Patna: બિહારમાં 23 જૂને ભાજપ (BJP) વિરોધી પાર્ટીઓની બેઠક યોજાવા જઈ રહી છે. બિહારની રાજધાની પટનામાં કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે 17 પાર્ટીઓ એક મંચ પર આવી રહી છે. બીજી તરફ, ભાજપે નીતીશ કુમારના (Nitish Kumar) મહાગઠબંધનમાં ખાડો પાડ્યો છે અને જીતનરામ માંઝીને પોતાના પક્ષમાં લીધા છે. જીતનરામ માંઝી બુધવારે બીજેપી નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
શાહને મળ્યા બાદ માંઝીએ NDA સાથે જવાની જાહેરાત કરી છે. આ પછી જીતારામ માંઝી ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ગયા હતા. આ દરમિયાન તેમના પુત્ર અને હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ સંતોષ સુમન પણ તેમની સાથે હતા.
જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ સંતોષ સુમને કહ્યું કે તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે ભાજપ સાથે રહેશે અને એનડીએને મજબૂત કરવા માટે કામ કરશે. સંતોષ સુમને કહ્યું કે તેઓ કેન્દ્ર અને બિહારની રાજનીતિમાં NDAની સાથે છે. બિહારમાં એનડીએ પહેલાથી જ મજબૂત છે, તેને વધુ મજબૂત કરશે. સંતોષ સુમને કહ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પીએમ બનશે. તેમના મજબૂત હાથમાં દેશ સુરક્ષિત છે. આ પહેલા બુધવારે અમિત શાહને મળ્યા બાદ જીતનરામ માંઝીએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી HAM NDA સાથે છે.
માંઝીએ કહ્યું કે ભાજપ સાથે સન્માનજનક રીતે બેઠકોની વહેંચણી થશે. આ માટે તેઓ બિહાર ભાજપના નેતાઓ સાથે બેસીને વાત કરશે. માંઝીએ કહ્યું કે એનડીએમાં ઘણા વધુ પક્ષો આવવાના છે, તેમના આવ્યા બાદ સીટ વહેંચણી પર વાત થશે. આ સાથે જિતન રામ માંઝીએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ મળશે.
આ પણ વાંચો : Delhi: હનુમાન મંદિરની ગ્રીલ તોડવાનો હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો, જય શ્રી રામના નારા લગાવ્યા, જુઓ Video
જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને તાજેતરમાં જ નીતીશ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ સંતોષ સુમને કહ્યું કે નીતીશ કુમાર તેમના પર તેમની પાર્ટીનું વિલય કરવા માટે દબાણ કરી રહ્યા હતા, જેના પછી તેમણે પોતાની પાર્ટી બચાવવા માટે રાજીનામું આપવું પડ્યું.