JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર

|

Oct 08, 2022 | 1:08 PM

નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે.

JDUને કોંગ્રેસમાં વિલયનો આપ્યો હતો પ્રસ્તાવ, હવે બન્યો BJPનો એજન્ટ, PK પર નીતિશ કુમારનો પ્રહાર
Nitish Kumar (File)

Follow us on

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રશાંત જે એક સમયે મારા ઘરે રહેતો હતો, મારા માટે કામ કરતો હતો, આજે તે બીજેપીના એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. નીતિશે પીકે પર આરોપ લગાવ્યો છે કે જેડીયુને (JDU) કોંગ્રેસમાં (Congress) વિલય કરવાનો પ્રસ્તાવ તેમણે મને આપ્યો હતો. સાથે જ તેમણે પ્રશાંત કિશોરના એ દાવાને પણ ફગાવી દીધો કે તેઓ તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માગે છે.

પીકેને ઉત્તરાધિકારી બનાવવા અંગેના સવાલો પર નીતિશે કહ્યું કે આવું ક્યારેય બન્યું નથી. તે કંઈ પણ કહેતો રહે છે. હકીકતમાં, તાજેતરમાં જ પ્રશાંત કિશોરે ‘જન સુરાજ યાત્રા’ દરમિયાન દાવો કર્યો હતો કે નીતિશ કુમારે એક મીટિંગ દરમિયાન એવી ઓફર કરી હતી કે તેઓ તેમના અનુગામી બને. પરંતુ તેમણે નીતિશના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

પ્રશાંતે કહ્યું, તે JDU માટે કામ નહીં કરે

પ્રશાંત કિશોરે નીતીશ કુમાર પર પ્રહાર કરતા હાલમાં જ કહ્યું હતું કે નીતીશ કુમાર તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવે અથવા તેમના માટે સીએમની ખુરશી છોડી દે, તેઓ જેડીયુ માટે કામ કરશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ બિહારની 3500 કિલોમીટર લાંબી પદયાત્રા પર છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું નીતિશ કુમારને મળવા ગયો હતો, જેથી હું કહી શકું કે ગમે તેટલી મોટી લાલચ હોય, તેઓ જનતાને આપેલા વચનોથી પાછળ નહીં હટશે.

પ્રશાંત 2018માં જેડીયુમાં જોડાયા હતા

જણાવી દઈએ કે પ્રશાંત કિશોરને 2018માં નીતિશ કુમારે JDUમાં સામેલ કર્યા હતા. બાદમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી હતી. જો કે, CAA, નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) વિવાદ પર કુમાર સાથેના તેમના વિવાદને કારણે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

Published On - 1:08 pm, Sat, 8 October 22

Next Article