jammu Kashmir: ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન યથાવત

|

Mar 12, 2022 | 7:20 AM

ગઈકાલે પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.

jammu Kashmir: ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન યથાવત
Two militants killed in ongoing encounter in Gander Bal area

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ(Ganderbal)ના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટર(Encounter) શરૂ થયું છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી. જમ્મુ પોલીસે(Jammu Police) આ અંગે માહિતી આપી છે. આ સાથે જ આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો. સર્ચ ઓપરેશન ચાલુ છે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું હતું. અહીં પણ પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. તમને જણાવી દઈએ કે આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે.

આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે પુલવામા અને શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. આ સિવાય શ્રીનગર-બનિહાલ રેલ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.અથડામણ પુરી થયા બાદ હવે તેને ફરી શરૂ કરવામાં આવશે.એન્કાઉન્ટરની જગ્યાએથી મોટા પાયા પર શસ્ત્ર અને દારૂગોળો મળી આવ્યો છે. 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 

આ મહિનામાં આતંકવાદીઓએ અત્યાર સુધીમાં ત્રણ પંચાયત પ્રતિનિધિઓની હત્યા કરી છે. આ પહેલા 9 માર્ચે શ્રીનગરના ખોનમુહમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને પીડીપીના સરપંચ સમીર અહેમદ ભટની હત્યા કરી હતી. 2 માર્ચે, કુલગામ જિલ્લાના કુલપોરા સરાંદ્રો વિસ્તારમાં, સ્વતંત્ર પંચ મોહમ્મદ યાકુબ ડારને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેમને ઘરની બહાર નજીકથી ગોળી મારવામાં આવી હતી.કાશ્મીરના ભાજપના મીડિયા પ્રભારી મંજૂર ભટે આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે આવા હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Next Article