
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાને મોટી સફળતા મળી છે. કુલગામમાં સેનાએ, પોલીસની સાથે મળીને કરેલા એક સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ગઈકાલ ગુરુવારથી પોલીસ-સીઆરપીએફની બનેલી સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે, સુરક્ષાદળની સંયુક્ત ટીમે કુલગામ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી, આ દરમિયાન આતંકવાદીઓએ શોધખોળ કરી રહેલ સુરક્ષાદળના જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ સુરક્ષાદળનું સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેનાએ એક વિદેશી સહીતના ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે મળીને સેનાએ ચલાવેલા સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા સાંપડી છે. લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને જવાનોએ ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશનનો આજે શુક્રવારે બીજો દિવસ છે. આતંકવાદીઓ ભાગી ના જાય તે માટે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી કડક કરી દીધી છે.
#BREAKING: Three Pakistan sponsored terrorists killed in the Kulgam encounter of South Kashmir. Gunfight is still raging. J&K Police, Indian Army and CRPF is conducting this operation since last evening. pic.twitter.com/2UEv4p28HH
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 17, 2023
ગઈકાલ મોડી રાત્રીએ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળ પર ગોળીબાર કર્યા બાદ રાત્રી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. પરંતુ જેવી સવાર થતા જ સૈન્ય જવાનોએ છુપાઈને બેઠેલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો. આજે શુક્રવારે વહેલી સવારે કુલગામના નેહામાના સામેના વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી સુરક્ષાદળને મળી હતી. જેના આધારે, સેનાએ કાશ્મીર પોલીસ અને અર્ધ લશ્કરી દળોની સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના પ્રારંભે કુલગામના નેહામા ગામને કોર્ડન કરી લીધુ હતું. સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો. આથી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશનને એન્કાઉન્ટરમાં ફેરવી દીધુ હતું.
#UPDATE | Kulgam Encounter update | Three Lashkar-e-Taiba terrorists killed in the ongoing encounter. Operation continues. https://t.co/OEYYLpMTr1
— ANI (@ANI) November 17, 2023
જો કે, સુરક્ષા દળોએ મળેલી ગુપ્ત માહિતીના આધારે સૈન્ય જવાનોએ સમગ્ર વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ઘાલ્યો હતો. જ્યાં આતંકવાદીઓ છુપાયા હોવાનું માનવામાં આવતુ હતું તે સ્થળે પણ વધુ ચોકસાઈ સાથે ઘેરો નાખવામાં આવ્યો હતો. રાત્રીના સમયે સુરક્ષાદળ ઉપર આતંકવાદીઓએ કરેલા ગોળીબાર બાદ સર્ચ ઓપરેશનની કામગીરી અસ્થાયી ધોરણે રાતોરાત અટકાવી દેવામાં આવી હતી. હાલમાં સેનાની ટીમમાં કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘેરાયેલા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ફસાયા હોવાની શક્યતા હતી. જેમાંથી બે સ્થાનિક અને એક વિદેશી હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી સત્તાવાળાઓ દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે વાસ્તવમાં માત્ર ત્રણ જ આતંકવાદીઓ હતા કે વધુ આતંકવાદીઓ છુપાયેલા છે.
Published On - 11:44 am, Fri, 17 November 23