Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ IED જપ્ત કર્યુ, સર્ચ ઓપરેશન શરૂ

|

Apr 16, 2022 | 10:02 AM

Jammu Kashmir Rajouri IED: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી IED મળીને આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. તેને સુરક્ષિત જગ્યાએ નષ્ટ કરવામાં આવ્યો છે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓનું મોટું કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ IED જપ્ત કર્યુ, સર્ચ ઓપરેશન શરૂ
Terrorist plot foiled in Rajouri

Follow us on

Jammu Kashmir Rajouri IED: જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના રાજૌરીમાં રાજૌરી ગુરદાન રોડ પર સુરક્ષા દળોને એક IED (Improvised Explosive Device) મળી આવ્યો છે. જેના કારણે જમ્મુમાં આતંકીઓ (Terrorists in Jammu)ના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. રાજૌરી એસએસપીએ કહ્યું કે IEDને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને નષ્ટ કરી દેવામાં આવ્યો છે. એસએસપીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસને માહિતી મળી હતી કે રાજૌરી ગુરદાન રોડ પર ચાવા ગામમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ છે ત્યારબાદ પોલીસ, આર્મીની ટીમ અને પોલીસની એસઓજી સવારે તે વિસ્તારમાં ગઈ હતી અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારે રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ વસ્તુ પડેલી મળી હતી, જે IED હતી.

તેણે કહ્યું કે આ પછી પોલીસની બોમ્બ સ્કવોડે તેને પોતાની કસ્ટડીમાં લઈ લીધો અને તેને સુરક્ષિત જગ્યાએ નષ્ટ કરી દીધો. તપાસ ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુરક્ષા દળોને શનિવારે સવારે હાઇવે નજીક IDE મળી આવ્યો હતો. આ જગ્યા પાસે આર્મી કેમ્પ પણ છે. તેનું વજન 5 કિલો જણાવવામાં આવી રહ્યું છે. જેને બાદમાં ભારતીય સેનાએ નષ્ટ કરી દીધો હતો. એક નિવેદનમાં, રાજૌરી જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, “સુરક્ષા દળોએ રાજૌરી ગુરદાન રોઝમાંથી IED રિકવર કરીને આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ બનાવી છે.”

વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયું

જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, તેને વિશ્વસનીય ઇનપુટ્સ મળ્યા હતા કે રાજૌરી ગુરદાન રોડના ગુરદાન ચાવા ગામમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ રહી છે. જે બાદ આર્મી અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને અહીં મોકલવામાં આવ્યું હતું. શનિવારે સવારે ટીમે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. વિસ્તારની શોધખોળ દરમિયાન તેમને આઈઈડી મળી આવ્યો હતો. જે નાશ પામ્યો હતો. આ સાથે સુરક્ષા દળોએ એક મોટો ખતરો ખતમ કરી દીધો છે. જો સમયસર ઈનપુટ ન મળી હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આતંકવાદીઓએ સરપંચની હત્યા કરી નાખી

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સ્થિતિ બગડી રહી છે. આતંકવાદીઓ દરરોજ નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. એક દિવસ પહેલા બારામુલા જિલ્લામાંથી સમાચાર આવ્યા હતા કે આતંકવાદીઓએ સરપંચની ગોળી મારીને હત્યા કરી દીધી છે. અહીંના ગોશબુગ સ્થિત પટ્ટનમાં સરપંચ મંજૂર અહેમદ બાંગરુની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો-USAની ધરતી પરથી ચીનને ભારતનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનો સ્પષ્ટ સંદેશ, ભારતને છંછેડશે, તેને છોડશું નહીં, રશિયા મુદ્દે USને પણ ચેતવ્યું

Published On - 10:01 am, Sat, 16 April 22

Next Article