Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, શોપિયાંમાં આતંકીઓએ ગોળીબાર કર્યો

|

Aug 16, 2022 | 1:11 PM

મૃતક અને ઘાયલ બંને ભાઈઓ છે. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે, જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ કુમાર છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ (Terrorists) સતત સુરક્ષા દળો, બહારના મજૂરો અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, શોપિયાંમાં આતંકીઓએ ગોળીબાર કર્યો
Jammu Kashmir

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંના છોટીપુરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ (Terrorists) નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતક અને ઘાયલ બંને હિન્દુ છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે મૃતક અને ઘાયલ બંને ભાઈઓ છે. મૃતકની ઓળખ સુનિલ કુમાર ભટ્ટ તરીકે થઈ છે, જ્યારે તેના ભાઈનું નામ પિન્ટુ કુમાર છે. કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો, બહારના મજૂરો અને લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ સિવાય અન્ય એક પોલીસકર્મી ઘાયલ થયો છે, જ્યારે અન્ય એક નાગરિક પણ ઘાયલ થયો છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

15 ઓગસ્ટે 2 ગ્રેનેડ હુમલા

સોમવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં બે ગ્રેનેડ હુમલા કર્યા હતા જેમાં લઘુમતી સમુદાયના એક નાગરિક સહિત બે લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ એક કલાકની અંદર બે ગ્રેનેડ હુમલા કર્યા હતા. પોલીસે જણાવ્યું કે પહેલો હુમલો બડગામ જિલ્લાના ચદૂરામાં લઘુમતી વસાહતમાં કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો હુમલો શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર કરવામાં આવ્યો હતો. હુમલામાં નાગરિક કરણ કુમાર સિંહ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું હતું. કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ પર ફેંકવામાં આવેલા ગ્રેનેડમાં એક પોલીસકર્મી સહેજ ઘાયલ થયો હતો.

પોલીસકર્મી શહીદ

આ ઉપરાંત સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા એક પોલીસકર્મીનું સોમવારે મૃત્યુ થયું હતું. રામબન જિલ્લાના રહેવાસી કોન્સ્ટેબલ સરફરાઝ અહેમદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. રવિવારે નૌહટ્ટાના સજગરી પોરામાં રેડપોરા પાર્ક પાસે ટુ-વ્હીલર પર સવાર આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. નાટીપોરા વિસ્તારના રહેવાસી ઉમર મુખ્તાર નકીબની 27 જુલાઈએ મોમીન ગુલઝાર નામના સક્રિય આતંકવાદીને જૂની સ્કૂટી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Published On - 1:11 pm, Tue, 16 August 22

Next Article