ઓમર, ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને નજર કેદ કરાયા, ઓમર અબ્દુલ્લાએ ટવીટ કરી તસવીરો

|

Feb 14, 2021 | 3:20 PM

Jammu Kashmir ના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે ​​ટ્વિટર કરીને કહ્યું છે કે તેમને અને તેમના પરિવારને નજરકેદ કરવામાં આવ્યા છે. ઓમર અબ્દુલ્લાએ તેમના નિવાસસ્થાનની બહારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Jammu Kashmir ના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે ​​ટ્વિટર કરીને કહ્યું છે કે તેમને અને તેમના પરિવારને નજરકેદ કરવામાં આવ્યા છે. ઓમર અબ્દુલ્લાએ તેમના નિવાસસ્થાનની બહારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ઘરના સેવકોને પણ ઘરની અંદર આવવાની મંજૂરી આપવામાં આવતી નથી.

નેશનલ કોન્ફરન્સના ઉપ-પ્રમુખ ઓમર અબ્દુલ્લાએ રવિવારે દાવો કર્યો હતો કે તેમને અને તેમના પિતા અને સાંસદ ફારૂક અબ્દુલ્લા સહિત તેમના પરિવારને અધિકારીઓ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. ઓમરે ટ્વિટ કરીને કહ્યું કે, ઓગસ્ટ 2019 પછી આ નવું Jammu Kashmir  છે. અમને કોઈ કારણ આપ્યા વિના અમારા ઘરોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી ખરાબ વાત એ છે કે તેઓએ મને અને મારા પિતાને અમારા મકાનમાં બંધ કરી દીધા છે. તેઓએ મારી બહેન અને તેના બાળકોને પણ તેમના મકાનમાં બંધ કરી દીધા છે.

આ સમગ્ર ઘટનામાં એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. પુલવામા હુમલાની બીજી વરસીને લઇને આજે ઓમર અબ્દુલા, ફારુક અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીને પણ નજરકેદ કરવામાં આવ્યા છે. તેમજ તેમને પણ પુલવામા જવા દેવાની મંજૂરી આપી નથી.

 

Published On - 3:18 pm, Sun, 14 February 21

Next Video