રવિવારે શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાકિસ્તાની લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. જે તાજેતરમાં બાંદીપોરામાં માર્યા ગયેલા બે પોલીસકર્મીઓની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. પોલીસે કહ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ હરવનમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
#Encounter has started at Mumanhal (Arwani), area of #Anantnag. Police and security forces are on the job. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) December 23, 2021
બુધવારે જ, કાશ્મીર ખીણમાં થોડી જ મિનિટોમાં બનેલી બે અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં એક નાગરિક અને એક પોલીસકર્મી માર્યા ગયા હતા. એક તરફ, શ્રીનગરના નવાકદલમાં આતંકવાદીઓ દ્વારા એક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં હુમલામાં પોલીસના એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરનું મૃત્યુ થયું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ બુધવારે સાંજે લગભગ 5:55 વાગ્યે શ્રીનગરના નવાકદલ વિસ્તારમાં રઉફ અહેમદ નામના વ્યક્તિને તેના ઘર પાસે ગોળી મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને અહીંની SMHS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું.
આ ઘટનાના થોડા સમય બાદ બનેલી ઘટનામાં આતંકવાદીઓએ બિજબેહરા હોસ્પિટલની બહાર પોલીસ એએસઆઈ મોહમ્મદ અશરફને ગોળી મારી હતી, જેમાં તે ઘાયલ થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. એએસઆઈને તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને શ્રીનગરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અશરફનું મોત થયું હતું.
Published On - 7:04 am, Fri, 24 December 21