અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત

|

Oct 24, 2021 | 1:54 PM

અમિત શાહે કહ્યું કે, શિક્ષણ એ કોઈ પણ સમાજ અને પ્રદેશની સમૃદ્ધિ અને વિકાસનો મૂળ પાયો છે. આ દિશામાં આજે જમ્મુમાં IITના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત
Amit Shah

Follow us on

ત્રણ દિવસની મુલાકાતે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે જમ્મુ પહોંચ્યા છે. અહીં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જમ્મુના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર હતા.

ઉદ્ઘાટન બાદ અમિત શાહે કહ્યું કે, શિક્ષણ એ કોઈ પણ સમાજ અને પ્રદેશની સમૃદ્ધિ અને વિકાસનો મૂળ પાયો છે. આ દિશામાં આજે જમ્મુમાં IITના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, મોદી વડાપ્રધાન બન્યા પછી, જમ્મુ અને કાશ્મીરના યુવાનોનું શિક્ષણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, IITનું આ નવું કેમ્પસ અમારા સંકલ્પને દર્શાવે છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, 210 કરોડના ખર્ચે બનેલા IIT જમ્મુના આ નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણની સાથે છાત્રાલય, વ્યાયામ શાળા, ઇન્ડોર ગેમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે આજે જમ્મુ -કાશ્મીર શિક્ષણનું મોટું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ પછી, તેઓ જમ્મુ-કાશ્મીરની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને તે પછી તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. અમિત શાહ અહીં ભાજપના સાંસદો અને ધારાસભ્યોને પણ મળશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી કલમ 370 નાબૂદ કર્યા બાદ શાહની આ પ્રથમ કાશ્મીર મુલાકાત છે. શાહની મુલાકાત પહેલા સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાટીમાં સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે ખાસ કરીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં નાગરિકોની હત્યાને ધ્યાનમાં રાખીને, વધારાની અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ, લગભગ 5000 કર્મચારીઓ ખીણમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં તેમજ કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ (CRPF)ના બંકરો સ્થાપિત કરવામાં આવ્યા છે.

સુરક્ષા અને આતંકવાદ વિરોધી પગલાંની સમીક્ષા કરવામાં આવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિ અને નાગરિકો, ખાસ કરીને બિન-સ્થાનિક કામદારો અને લઘુમતીઓ પર વધતા હુમલાઓને પગલે આતંકવાદનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહે અહીં રાજભવનમાં યોજાયેલી બેઠકમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નરના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ અને સેના, CRPF, પોલીસ અને અન્ય એજન્સીઓના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને જમ્મુ -કાશ્મીરમાંથી આતંકવાદને નાબૂદ કરવા માટે લેવામાં આવેલા પગલાઓ અને ઘૂસણખોરીને રોકવા માટે દળો દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : UP Assembly Elections: પ્રિયંકા ગાંધીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, માત્ર ટ્વીટ જ કરે છે બહાર નથી આવતા

આ પણ વાંચો : Corona Update: દેશમાં કોરોનાના 15,786 નવા કેસ નોંધાયા, 561 દર્દીઓના થયા મોત

Next Article