કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે ચોક્કસ ઇનપુટ પર આતંકવાદીઓને અટકાવવામાં આવ્યા હતા અને બાદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આતંકીઓના સંગઠનની હજુ ઓળખ નહીં
અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એક આતંકી વિદેશી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બારાગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો સર્ચ ઓપરેશન દરમિયાન ઘેરાયેલા આતંકવાદીની હાજરી જાણવા મળે છે, તો તેને આત્મસમર્પણ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. જો કે,આ આતંકવાદીએ આત્મસમર્પણનો ઇનકાર કર્યો અને સંયુક્ત સર્ચ પાર્ટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
મહત્વનું છે કે આતંકીની ઓળખ સમીર અહેમદ તંત્રે તરીકે થઈ છે, જે બારાગામનો રહેવાસી છે.
Jammu and Kashmir | Two unidentified terrorists neutralised in an ongoing encounter in the Rangret area of Srinagar: Kashmir Zone Police
— ANI (@ANI) December 13, 2021
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યુ કે સેનાની જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો અને તેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે. અધિકારીએ કહ્યું કે આતંકવાદીની ઓળખ સમીર અહેમદ તંત્રે તરીકે થઈ છે, જે બારાગામનો રહેવાસી છે. તેણે કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ તંત્રે એક ગ્રેડેડ આતંકવાદી હતો, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો અને તે આતંકવાદ સંબંધિત અનેક ગુનાહિત કેસોમાં સામેલ જૂથોનો ભાગ હતો.
તે જ સમયે, પાંચ દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે શોપિયાંના ચક-એ-ચોલાન ગામમાં આતંકવાદીઓની હાજરી છે, ત્યારબાદ તેઓએ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું. પહેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો.
આ પણ વાંચોઃ Kashi vishwanath corridorનું અનોખું આશ્ચર્ય 314 ઇમારતોનું અધિગ્રહણ, 390 કરોડની ચુકવણી અને પેન્ડિંગ કેસ ઝીરો
આ પણ વાંચોઃ Maharashtra: મુંબઈમાં લાઈવ કોન્સર્ટમાં કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન, આયોજકો સામે કેસ દાખલ
Published On - 2:21 pm, Mon, 13 December 21