જમ્મુ ડિવિઝનના પૂંછ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ભાટધોરીયન વિસ્તારમાં સુરક્ષા દળો પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહી સાથે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એક JCO ( Junior Commissioned Officer ) અને એક જવાન એન્કાઉન્ટરમાં શહીદ થયા હોવાના અહેવાલ છે, જોકે સેના તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે રાષ્ટ્રવ્યાપી સમાચાર સંસ્થાએ, એક જેસીઓ અને સૈન્ય જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જણાવ્યુ છે. બીજી બાજુ સુરક્ષા દળોના ઘેરામાં ત્રણ આતંકવાદીઓ ફસાયેલા હોવાની શકયતા છે.
આ પહેલા સોમવારે પૂંછ જિલ્લામાં સુરણકોટ એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. સેનાને રવિવારે મોડી રાત્રે સુરનકોટમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. સેનાની ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પરંતુ હવામાન અડચણરૂપ બન્યું. જે બાદ સુરક્ષા દળોએ વહેલી સવારે ફરી ઓપરેશન શરૂ કર્યું.
આ દરમિયાન પહેલેથી જ હુમલો કરી રહેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારમાં એક જીસીઓ અને ચાર જવાન શહીદ થયા હતા. સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેનાએ સોમવારે સવારે પૂંછના સુરનકોટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન, એન્કાઉન્ટરમાં એક જેસીઓ અને ચાર જવાન ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ઈજાના કારણે મૃત્યુ પામ્યા હતા.
પાકિસ્તાન બનાવટના ફૂડ પેકેટ મળ્યા
બુધવારે પણ ગોળીબાર થયો હતો. જોકે, આતંકીઓનો પત્તો લાગ્યો નથી. સુરક્ષાદળની સર્ચ પાર્ટીને પાકિસ્તાન બનાવટની ચોકલેટ અને બિસ્કિટના ખાલી પેકેટ મળ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન સવારે થોડીવાર સુધી જંગલમાંથી ગોળીઓના અવાજ સંભળાયા હતા. જે બાદ દિવસભર સમગ્ર વિસ્તારમાં શાંતિ પથરાયેલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સેનાને ચમેરેડ જંગલમાં આતંકવાદીઓની હાજરીના ઘણા પુરાવા મળ્યા હતા. આમાં પાકિસ્તાન બનાવટની ચોકલેટ, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના ખાલી પેકેટ મળી આવ્યા છે.
One JCO and one soldier have been critically injured during a counter-terrorist operation in Nar Khas forest area, Mendhar sub-division, District Poonch: PRO Defence, Jammu
— ANI (@ANI) October 14, 2021
આ પણ વાંચોઃ જેલની અંદરથી 200 કરોડની વસૂલાત કેસમાં નોરા ફતેહીની ED એ કરી પૂછપરછ, જેક્લીન ફર્નાન્ડીઝને પણ સમન્સ