વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુર ગ્રામીણ સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ દ્વારા આયોજિત જયપુર મહાખેલ સ્પર્ધાના સ્પર્ધકોને સંબોધિત કરશે. તેમના સંબોધનમાં મુખ્ય બાબત પરંપરાગત રમત કબડ્ડી પર રહેશે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. તેમને જણાવ્યું કે વડાપ્રધાન બપોરે લગભગ એક વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત કરશે અને તમામ ખેલાડીઓને ખેલદિલીની ભાવના સાથે કામ કરવાનું શીખવશે. 2017થી દર વર્ષે જયપુર ગ્રામીણ મતવિસ્તારના સાંસદ રાજ્યવર્ધન સિંહે જયપુરમાં આ મહાખેલ સ્પર્ધાનું આયોજન કરે છે. રાઠોડના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય યુવા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.
વડા પ્રધાનના જણાવ્યા અનુસાર, સાંસદે આ સ્પર્ધામાં વડા પ્રધાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. સમયની અભાવને કારણે વડાપ્રધાન આ કાર્યક્રમમાં રૂબરુ હાજર રહી શકતા નથી, પરંતુ તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત કરશે.આ સ્પર્ધામાં કુલ 6400 ખેલાડીઓ અને યુવાનો ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓને રાજસ્થાન રાજ્યના જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારની 450 ગ્રામ પંચાયતોમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક ખેલાડીઓ રાજસ્થાન રાજ્યના વિવિધ મ્યુનિસિપલ વિસ્તારોમાંથી પણ પસંદ કરવામાં આવ્યા છે. સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, આ ઈવેન્ટનો હેતુ નવી પ્રતિભાઓને રમતગમતના ક્ષેત્રમાં શોધીને તેમને સક્ષમ બનાવવાનો છે. તેમને વધુ સારું પ્લેટફોર્મ પૂરુ પાડવા સાથે રમવાની તક આપવી પડશે. આ સ્પર્ધાઓ દ્વારા આ યુવાનોને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
I am going to be addressing a very interesting programme via video conferencing tomorrow, 5th February, at 1 PM – the Jaipur Mahakhel organised by my colleague Shri Rajyavardhan Rathore Ji. This effort has encouraged sports among youngsters. @Ra_THORe https://t.co/t6N1aA8btp
— Narendra Modi (@narendramodi) February 4, 2023
વડાપ્રધાન મોદી આવતીકાલે સોમવારે કર્ણાટકમાં હશે. ત્યાં તેઓ ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર, 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઈન્ડિયા એનર્જી વીકનો પ્રસ્તાવ છે. તેનો હેતુ દેશની યુવા શક્તિને ઉજાગર કરવાનો અને તેને સમગ્ર વિશ્વની સામે પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમમાં પરંપરાગત અને આધુનિક ઉર્જા ક્ષેત્રે તકો શોધવા માટે ઔદ્યોગિક, સરકારી અને શૈક્ષણિક ચર્ચાનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી 30થી વધુ પ્રધાનો ભાગ લેશે. જ્યારે 30 હજાર અન્ય પ્રતિનિધિઓ, 1000 પ્રદર્શનો અને 500 વ્યવસાયીકો પણ તેમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન પોતે રાઉન્ડ ટેબલ ઈન્ટરએક્શન કરશે.
Published On - 8:04 am, Sun, 5 February 23