જેકલીન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ કેસોમાં ED દ્વારા છેલ્લા 5 કલાકથી કરાઈ રહી છે પૂછપરછ

જેકલીન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ કેસોમાં ED દ્વારા છેલ્લા 5 કલાકથી કરાઈ રહી છે પૂછપરછ

જેકલીન ફર્નાન્ડીઝની મની લોન્ડરિંગ કેસોમાં ED દ્વારા છેલ્લા 5 કલાકથી કરાઈ રહી છે પૂછપરછ
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Aug 30, 2021 | 7:11 PM

Delhi: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં મુકાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા પાંચ કલાકથી દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, આ કેસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે. જેમના પર મની લોન્ડરિંગનો કેસ પહેલેથી જ નોંધાયેલ છે.

રોહિણી જેલમાં સુનાવણી હેઠળ સુકેશ પર એક ઉદ્યોગપતિ પાસેથી એક વર્ષમાં 200 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આ સિવાય સુકેશ સામે ખંડણીની 20 અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે જેક્લીન આજકાલ તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં તે ફિલ્મ ભૂત પોલીસના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર અને એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. બંનેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં જેક્લીન સાથે અર્જુન કપૂર, સૈફ અલી ખાન અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે.

જણાવી દઈએ કે અગાઉ યામી ગૌતમને પણ ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને 7 જુલાઈએ અભિનેત્રીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

 

શ્રીલંકાથી પોતાની ઓળખ બનાવવા આવી બોલિવૂડમાં

જેકલીન બોલિવુડમાં પોતાની ઓળખ બનાવવા શ્રીલંકાથી આવી હતી. વર્ષ 2009માં જેકલીને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ અલાદ્દીનથી કરી હતી. આ ફિલ્મમાં જેકલીન સાથે રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ અભિનેત્રીની સુંદરતાએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આ પછી, તે જાને કહા સે આઈમાં જોવા મળી હતી. જોકે જેકલીનને ફિલ્મ હાઉસફુલના ગીત ધન્નોથી લોકપ્રિયતા મળી હતી.

આ પછી મર્ડર 2માં, જેકલીને તેના હોટ અવતારથી બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ જેકલીનની કારકિર્દીનો ગ્રાફ સતત વધતો ગયો. આ પછી જેકલીને હાઉસફુલ 2, રેસ 2, કિક જેવી હિટ ફિલ્મો આપી.

અંગત જીવન પણ રહ્યું ચર્ચામાં

જેકલીને બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેનું નામ સાજિદ ખાનને સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારે તેમના રિલેશનને લઈને પણ સમાચાર ખૂબ વાયરલ થયા હતા. એટલું જ નહીં, બંને ઘણી પાર્ટીઓમાં અને લંચ કે ડિનર ડેટ્સમાં સાથે જતા હતા. પણ પછી અચાનક તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા. જો કે, બંનેમાંથી કોઈએ ક્યારેય બ્રેકઅપ પર ટિપ્પણી કરી નથી. જેક્લીન હાલમાં પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.

 

આ પણ વાંચો: UPSC EPFO Exam 2021: UPSC EPFOની ભરતી પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાશે, જુઓ તમામ વિગતો

Published On - 5:36 pm, Mon, 30 August 21