J&K :શોપિયાંમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર, 24 કલાકમાં ત્રીજુ એન્કાઉન્ટર

|

Oct 12, 2021 | 8:03 AM

Shopian Encounter : જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા.

J&K :શોપિયાંમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર, 24 કલાકમાં ત્રીજુ એન્કાઉન્ટર
J&K: Security forces kill 3 terrorists in Shopian, third encounter in 24 hours

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે એન્કાઉન્ટર દરમિયાન ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. 11 ઓક્ટોબરે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં બે એન્કાઉન્ટર ચાલી રહ્યા છે, જેમાં સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. એક એન્કાઉન્ટર શોપિયાંના તુલરાન વિસ્તારમાં, જ્યારે બીજું એન્કાઉન્ટર શોપિયાંના જ ખોરીપેડા વિસ્તારમાં થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય

આ પહેલા સોમવારે પૂંછ જિલ્લામાં ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (JCO) સહિત 5 સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે આ દરમિયાન બે આતંકીઓ પણ માર્યા ગયા હતા.
અધિકારીઓએ આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (DKG) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકો શહીદ થયા હતા. નિયંત્રણ રેખા (LOC) પાર કરનારા આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, પાંચેય સૈનિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો –

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?

આ પણ વાંચો –

શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

આ પણ વાંચો –

PM મોદી 15 ઓક્ટોબરે OFB માંથી રચાયેલી 7 સંરક્ષણ કંપનીઓનું ઉદ્ઘાટન કરશે, સ્થાનિક બજારમાં હિસ્સો વધશે

Published On - 6:23 am, Tue, 12 October 21

Next Article