મંગળ પર નાસાના રોવરના લેન્ડિંગ બાદ ISROનું મોટું એલાન, જાણો લાલ ગ્રહ માટે ભારતનું મિશન

|

Feb 19, 2021 | 9:38 PM

નાસાનું રોવર શુક્રવારે 203 દિવસના પ્રવાસ કર્યા પછી લાલ ગ્રહની સપાટી પર ઉતર્યું હતું. તેનું ઉતરાણ ભારતીય સમય મુજબ 2.25 વાગ્યે થયું હતું.

મંગળ પર નાસાના રોવરના લેન્ડિંગ બાદ ISROનું મોટું એલાન, જાણો લાલ ગ્રહ માટે ભારતનું મિશન

Follow us on

નાસાનું રોવર શુક્રવારે 203 દિવસના પ્રવાસ કર્યા પછી લાલ ગ્રહની સપાટી પર ઉતર્યું હતું. તેનું ઉતરાણ ભારતીય સમય મુજબ 2.25 વાગ્યે થયું હતું. અત્યાર સુધીમાં આ સૌથી જોખમી અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું મિશન છે. જેનો ઉદ્દેશ મંગળ પર જીવન છે કે નહીં તે શોધવાનું છે. આ દરમ્યાન ભારતીય અવકાશ સંશોધન સંગઠને(ISRO) એક મોટી જાહેરાત કરી છે. ઈસરોનું કહેવું છે કે મંગળ પર તેનું આગામી મિશન એક ઓર્બિટર હોઈ શકે છે.

 

ISROએ તેના મંગળ ઓર્બિટર મિશન-2 માટેની આગામી યોજનાની જાહેરાત કરતા કહ્યું કે હવે તે ભાવિ પ્રક્ષેપણની તકો શોધવા માટે મંગળ પર ઓર્બિટર મિશન મોકલવાની યોજના ધરાવે છે. જો કે કેટલાક અન્ય મોટા પ્રોજેક્ટ પણ હાલ ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર મંગલયાનની સફળતા બાદ ISROએ શુક્ર ગ્રહ પર પણ એક અભિયાન મોકલવાનો નિર્ણય લીધો છે. જો કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈસરો હાલમાં ચંદ્રયાન-3 અને ગંગનયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટને કારણે ઈસરોના પ્રોજેક્ટ્સમાં વિલંબ થયો છે. ઈસરો ચંદ્રયાન-3 દ્વારા ફરી એકવાર રોવર ચંદ્રની સપાટી પર ઉતારશે. અહેવાલમાં જણાવાયું છે કે આ રોવર આ વર્ષના અંતમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું. ભારત સહિત આ અભિયાન પર વિશ્વની નજર હતી. ઈસરો 2022 સુધીમાં ગંગનયાન મિશન અંતર્ગત અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે.

 

આ પણ વાંચો: જાણો વ્યક્તિની તનતોડ મહેનતની કમાણી, કેવી રીતે થઈ ધૂળધાણી!

Next Article