Gautam Gambhir ને ‘ISIS કાશ્મીરે’ ઈ મેલથી જાનથી મારી નાખવાની આપી ધમકી

Gautam Gambhir Death Threat: ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. ગંભીરે ઈ મેલ દ્વારા મળેલી ધમકી અંગે દિલ્હી પોલીસને જાણ કરી છે. દિલ્લી પોલીસે આ ઘટનાને ગંભીરતાથઈ લઈને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

Gautam Gambhir ને ISIS કાશ્મીરે ઈ મેલથી જાનથી મારી નાખવાની આપી ધમકી
Gautam Gambhir ( file photo)
| Edited By: | Updated on: Nov 24, 2021 | 10:35 AM

ભારતના પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને (Gautam Gambhir) જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેલ (E-mail) મળ્યો છે. ક્રિકેટ ઉપરાંત પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ ઘણા મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. આ મેલ બાદ દિલ્હી પોલીસે (Delhi Police) ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

DCP સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે ‘ISIS કાશ્મીર’ ( ISIS Kashmir ) તરફથી ધમકીનો મેલ મળ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. DCP સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું કે ગૌતમ ગંભીરે આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી. ગંભીરે કહ્યું કે તેને ISIS કાશ્મીર તરફથી, તેને એક મેલ મળ્યો છે જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ગંભીર દરેક મુદ્દા પર પોતાના સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા છે. તેમણે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. ગૌતમ ગંભીર 2015માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ

IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ફુડ મેનુમાં હલાલ મીટ સામેલ કરવાનો મામલો, હવે BJP પ્રવક્તાએ કહ્યુ BCCI નિર્ણય બદલે

આ પણ વાંચોઃ

રશિયા સાથે AK 203 માટે થશે સોદો, વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલયે કર્યો મહત્વનો નિર્ણય

Published On - 10:30 am, Wed, 24 November 21