
ઈશા ગ્રામોત્સવમ 2023 (Isha Gramotsavam 2023)ની બહુપ્રતીક્ષિત ફાઈનલ, સદગુરુ દ્વારા શરૂ કરવામાં આવેલ એક સામાજિક પહેલ, 23 સપ્ટેમ્બરે પ્રતિષ્ઠિત 112 ફૂટની આદિયોગી પ્રતિમા, ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતુરની સામે રમાશે. આ મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ, જે તમામ દક્ષિણ ભારતીય રાજ્યોના હજારો ગ્રામીણ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ લોકોના જીવનમાં રમતગમતની ભાવના અને જીવંતતા કેળવવાનો છે.
ભારતના યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ, ભારતની ગ્રામીણ રમત શક્તિના પ્રદર્શનના સાક્ષી બનવા આ મહત્વપૂર્ણ અવસર પર હાજર રહેશે.
ઈશા ગ્રામોત્સવની 15મી સીઝનમાં 5 દક્ષિણ ભારતીય રાજ્યો તમિલનાડુ, કર્ણાટક, કેરલ, તેંલગણા, આંધપ્રદેશ અને પોડુચેરીના 6000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.જેમાં 194 ગ્રામીણ સ્થળો પર ક્લસ્ટર અને વિભાગ સ્તરની ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. એક વિશાળ ક્રાંતિને પ્રતિબિંબિત કરતા, ઈશા ગ્રામોત્સવમે કબડ્ડી અને થ્રોબોલ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લેતી 10,000 થી વધુ ગ્રામીણ મહિલાઓ છે જેમાં મોટાભાગની મહિલાઓ ગૃહિણી હતી.
In the heart of rural southern India, Isha Gramotsavam has emerged as a powerful catalyst for transformation. Isha Foundation’s tireless efforts are turning desolate villages, formerly plagued by addiction and despair, into thriving spaces of joy, unearthing latent talents and… pic.twitter.com/KJV2cy1jhw
— Isha Foundation (@ishafoundation) September 12, 2023
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ એક આયોજન પ્રતિસ્પર્ધી ખેલાડી બનવા માટે નહિ પરંતુ જીવનભર રમતની ભાવનાથી ભર્યા રહેવા માટે છે. જો તમે પુરેપુરી ભાગીદારી સાથે રમતમાં સામેલ થાવ છો તો એક બોલ દુનિયા બદલી શકે છે.
2004 થી યોજાઈ રહેલા ગ્રામોત્સવમમાં આ વર્ષે પુરૂષો માટે વોલીબોલ, મહિલાઓ માટે થ્રોબોલ અને તમિલનાડુની ગ્રામીણ રમતો તેમજ પુરુષો અને મહિલાઓ માટે કબડ્ડીનો સમાવેશ થાય છે. વોલીબોલ અને થ્રોબોલમાં વિજેતાઓને અનુક્રમે રૂ. 5 લાખ અને રૂ. 2 લાખ, જ્યારે કબડ્ડીની વિજેતા પુરૂષો અને મહિલા ટીમોને અનુક્રમે રૂ. 5 લાખ અને રૂ. 2 લાખના પુરસ્કારો આપવામાં આવશે. પ્રતિસ્પર્ધી ખેલાડીઓને 55 લાખ રૂપિયાની ઈનામી રકમ જીતવાની તક પણ મળે છે.
ઈશા ગ્રામોત્સવમની આયોજક ટીમ સાથે સંકળાયેલા ઈશા યોગ કેન્દ્રના સ્વામી નકુજાએ કહ્યું, ‘ઈશા ગ્રામોત્સવમનું અનોખું પાસું છે .આ પ્રોફેશનલ ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટ નથી પરંતુ એક પ્લેટફોર્મ છે જે દરેકને રમવા માટે પ્રોત્સાહિત કરે છે. દરેકને રમતનું કોઈક સ્વરૂપ લેવા માટે પ્રોત્સાહિત કરવાથી, ગ્રામીણ રમતગમતના આનંદને ફરીથી જાગૃત કરવા અને લુપ્ત થઈ રહેલા પરંપરાગત કલા સ્વરૂપોને પુનર્જીવિત કરવા માટે છે. જેથી સમગ્ર ગામ ઉજવણી કરે અને ગ્રામીણ જીવનનો ઉત્સાહ પાછો લાવે.
ઈશા ગ્રામોત્સવમની છેલ્લી સિઝનમાં 8,412 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં 1,00167 ખેલાડીઓ સામેલ હતા. ઈશા ગ્રામોત્સવનું આયોજન કરનાર ઈશા આઉટરીચ રમત અને યુવા મંત્રાલય તરફથી (NSPO)ના રુપમાં માન્યતા આપવામાં આવી છે. વર્ષ 2018માં ઈશા આઉટરીચને રમતના વિકાસ માટે ભારતના માનનીય રાષ્ટ્રપતિથી રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન એવોર્ડ મળ્યો છે.
સચિન તેડુંલકર, ઓલિમ્પિક મેડલ વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોર અને કર્ણમ મલ્લેશ્વરી જેવી હસ્તીો આ પહેલા રમત મહોત્સવની ફાઈનલમાં વિશેષ અતિથિના રુપમાં ભાગ લઈ ચૂક્યા છે. મિતાલી રાજ, પીવી સિંધુ, વિરેન્દ્ર સહેવાગ, શિખર ધવને પણ ઈશા ગ્રામોત્સવમ વિશે સ્પીચ આપી આયોજનને સમર્થન આપ્યું છે.