શુ કાશ્મીરમાં નથી સુરક્ષિત પરપ્રાંતિયો ! જવાન, શિક્ષક, મેનેજર, મજૂરો છે આતંકવાદીઓના નિશાને, 8 મહિનામાં 26ને ઠાર માર્યા

|

Aug 12, 2022 | 11:29 AM

Target killing in Kashmir : આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગમાં એક મહિલા શિક્ષક, રાજસ્થાનના બેંક મેનેજર અને બિહારના 3 મજૂરોને ઠાર માર્યા છે. જેમાં લઘુમતી સમુદાયના એક કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) કર્મચારી, એક સ્થાનિક રાજપૂત હિંદુ અને જમ્મુ ક્ષેત્રના બે બિન-મુસ્લિમોનો સમાવેશ થાય છે.

શુ કાશ્મીરમાં નથી સુરક્ષિત પરપ્રાંતિયો ! જવાન, શિક્ષક, મેનેજર, મજૂરો છે આતંકવાદીઓના નિશાને, 8 મહિનામાં 26ને ઠાર માર્યા
Incident of target killing increased in Kashmir (symbolic image)

Follow us on

જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ ગભરાટ ફેલાવવા માટે નાગરિકોને સતત નિશાન બનાવી રહ્યા છે. જેથી કરીને તેમની યોજના સફળ થઈ શકે. શુક્રવારે બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બિહારના એક પરપ્રાંતિય મજૂરની (Migrant labour) ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં આતંકીઓએ કાશ્મીરમાં 26 લોકોને નિશાન (Target Killing) બનાવીને મારી નાખ્યા છે. માર્યા ગયેલા લોકોમાં સાત પોલીસકર્મીઓ અને 10 નાગરિકોનો સમાવેશ થાય છે. આ હત્યાઓમાં લઘુમતી સમુદાયના સભ્યોમાં એક કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) કર્મચારી, એક સ્થાનિક રાજપૂત હિંદુ અને જમ્મુ ક્ષેત્રના બે બિન-મુસ્લિમોનો સમાવેશ થાય છે. જેમાં એક મહિલા શિક્ષક, રાજસ્થાનના બેંક મેનેજર અને બિહારના 3 મજૂરોનો સમાવેશ થાય છે.

સીઆરપીએફના બે જવાન, બે આરપીએફ અને એક ઑફ ડ્યુટી આર્મીના જવાનોને ટાર્ગેટ કિલિંગ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ત્રણ સરપંચ અને એક ચૂંટાયેલ સભ્ય સહિત પંચાયતના ચૂંટાયેલા ચાર સભ્યોના મોત થયા હતા. આ વર્ષે પ્રથમ ટાર્ગેટ કિલિંગ 29 જાન્યુઆરીએ થઈ હતી. જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગણાઈને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં તેમના ઘર નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પ્રથમ હત્યા આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી

આ વર્ષે જાન્યુઆરીમાં ટાર્ગેટ કિલિંગમાં માત્ર એક જ વ્યક્તિ માર્યો ગયો હતો. પરંતુ તે પછી આતંકીઓએ આતંક ફેલાવવાનું ઝડપી બનાવ્યું હતું. શિયાળાની ઋતુ પછી તેઓએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેઓએ માર્ચમાં આઠ, એપ્રિલમાં પાંચ, મેમાં સાત, જૂનમાં ત્રણ, ઓગસ્ટમાં બે હુમલા કરીને 24 હત્યાઓ કરી હતી. તાજેતરમાં જ, 4 ઓગસ્ટે, આતંકવાદીઓએ પુલવામામાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક બિન-કાશ્મીરી મજૂરનું મોત થયું હતું. આ મજૂર બિહારના સાકવાનો રહેવાસી હતો, જેનું નામ મોહમ્મદ મુમતાઝ હતું.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે શુક્રવારે પરપ્રાંતિય મજૂર મોહમ્મદ અમરેજની બાંદીપોરાના સોડનારા સંબલમાં હત્યા કરવામાં આવી હતી. તે બિહારનો રહેવાસી હતો. આતંકવાદીઓએ મધરાતે અમરેજ ઉપર હુમલો કર્યો હતો. કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “મધ્યરાત્રિ દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલ ખાતે બિહારના મધેપુરાના બેસાડના રહેવાસી મોહમ્મદ અમરેજ અને મોહમ્મદ જલીલ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા. પોલીસનું કહેવું છે કે અમરેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

મોહમ્મદ અમરેજના ભાઈએ હત્યા પહેલા વાર્તા સંભળાવી

હત્યા અંગે મોહમ્મદ અમરેજના ભાઈએ જણાવ્યું કે, ‘અમે બંને ભાઈઓ સૂઈ રહ્યા હતા ત્યારે મારા ભાઈ મોહમ્મદ અમરેજે મને ઉઠાડ્યો હતો અને કહ્યું કે ફાયરિંગ થઈ રહ્યું છે, પરંતુ મેં કહ્યું કે આવું થતું રહે છે, સૂઈ જાવ. થોડી વાર પછી મેં જોયું કે ભાઈ ત્યાં સૂતા ન હતા. જ્યારે હું તેને શોધવા ગયો તો જોયું કે તે લોહીથી લથપથ હતો. મેં સેનાને બોલાવી અને અમે તેને હાજીન લઈ ગયા જ્યાંથી અમને ગંભીર ઈજા પામેલ અમરેજને વધુ સારવાર માટે શ્રીનગર લઈ જવા કહ્યું પરંતુ તે રસ્તામાં જ મૃત્યુ પામ્યો.

Next Article