વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી(Police Academy)માં 144 તાલીમાર્થી IPS અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી અને વડાપ્રધાને તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે તમારા જેવા યુવાનોના ખભા પર મોટી જવાબદારી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, આ વર્ષની 15 ઓગસ્ટની તારીખ, આઝાદીની 75 મી વર્ષગાંઠ પોતાની સાથે લાવી રહી છે. છેલ્લા 75 વર્ષમાં ભારતે વધુ સારી પોલીસ સેવા બનાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરના વર્ષોમાં પોલીસ તાલીમ સંબંધિત માળખામાં પણ ઘણો સુધારો થયો છે. તમારા જેવા યુવા સાથીઓ સાથે વાર્તાલાપ કરવાનો દર વર્ષે મારો પ્રયાસ છે. તમારા વિચારોને સતત જણાવતા રહો તેમ પણ જણાવ્યું હતું.
કોરોનાનાં પગલે મોતને ભેટેલા પોલીસ કર્મીઓને પીએમ મોદીની શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાનાં કપરા સમયમાં પોલીસ કર્મચારીઓએ દેશવાસીઓ સાથે ખભાથી ખબા મેળવીને કામ કર્યુ છે. જો કે આ પ્રયાસમાં અનેક પોલીસ કર્મીોએ રપોતાના પ્રાણ પણ ગુમાવ્યા છે. આવા બહાદુર પોલીસ કર્મીઓને મારી શ્રદ્ધાજલિ છે. તમને દેશની સાથે હું પણ યાદ રાખીશ કે તમે શ્રેષ્ઠ ભારતનાં વીર છો. તેમણે સંબોધનમાં એમ પણ જણાવ્યું કે તમે એવા સમય પર કરિયરની શરૂઆત કરી રહ્યા છો કે જ્યારે ભારત દરેક ક્ષેત્રે તમામ સ્તરનાં ટ્રાન્સફોર્મેશનથી ગુજરી રહ્યો છે. તમારા કરિયરનાં આવનારા 25 વર્ષ ભારતનાં વિકાસ માટે અગત્યનાં છે.
ફોર્સમાં વધારમાંમાં આવી દિકરીઓની ભાગીદારી
વડાપ્રધાને કહ્યું કે વીતેલા વર્ષમાં પોલીસ ફોર્સમાં દિકરીઓની ભાગીદારીને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દિકરીઓ પોલીસ સેવામાં દક્ષતા, જવાબદારી સાથે વિનમ્રતા, સહજતા અને સંવેદનશીલતાનાં મુલ્યોને સશક્ત કરે છે. વડાપ્રધાને કહ્યું કે ભુટાન હોય, માલદીવ હોય કે મોરેશિયસ આપણે બધા પાડોશી જ નથી બલકે સામાજીક તાણાવણામાં પણ ઘણી સમાનતા છે.
Published On - 1:04 pm, Sat, 31 July 21