International Yoga Day 2022 Live Updates: વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ કર્યા યોગ, મોદીએ કહ્યું- યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે

|

Jun 21, 2022 | 10:37 AM

આ વખતે યોગ દિવસની થીમ 'માનવતા માટે યોગ' છે. વર્ષ 2014 માં, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના પ્રયત્નોનું પરિણામ હતું કે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપી.

International Yoga Day 2022 Live Updates: વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ કર્યા યોગ, મોદીએ કહ્યું- યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે
International Yoga Day 2022 Live Updates
Image Credit source: TV9 Digital

Follow us on

International Yoga Day 2022 Live Updates: ભારત સહિત સમગ્ર વિશ્વ આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આઠ વર્ષ પહેલા, આ દિવસે સમગ્ર વિશ્વમાં, આપણા યોગ (યોગ દિવસ 2022) ને જ્ઞાનનું લોખંડ માનવામાં આવતું હતું અને તેને આંતરરાષ્ટ્રીય મંચ પર માન્યતા આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે પણ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન યોગ દિવસ)ને ભવ્ય બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે. સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. ઘણા દેશોમાં સૂર્યની ગતિ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2022 10:32 AM (IST)

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે નાગપુરમાં #InternationalDayofYoga નિમિત્તે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  • 21 Jun 2022 10:29 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં 13000 ફૂટની ઉંચાઈ પર તૈનાત સૈનિકોએ યોગ કર્યા


  • 21 Jun 2022 10:25 AM (IST)

    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા યોગ

    અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ જેમાં મુખ્યપ્રધાન અને હર્ષ સંઘવી સહિતના દિગ્ગજો ઉપસ્થિતિ રહ્યા હતા.

  • 21 Jun 2022 10:15 AM (IST)

    દાર એસ સલામમાં ભારતીય હાઈ કમિશને યોગ કર્યા, 3000 થી વધુ લોકોએ ભાગ લીધો

  • 21 Jun 2022 10:10 AM (IST)

    ભારતીય નૌસેનાએ પ્રશાંત મહાસાગરની મધ્યમાં કર્યા યોગ

  • 21 Jun 2022 10:06 AM (IST)

    મહેસાણામાં વિવિધ સ્થળે યોગ દિવસની ઉજવણી

    10 તાલુકા કક્ષાએ 7 નગરપાલિકામાં અને 1644 શૈક્ષણિક સંકુલમાં યોગ કરાયા જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયો હતો. જિલ્લામાં 2638 સ્થળ અને 5.5 લાખ લોકોએ યોગ કર્યા હતા. મોઢેરામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. 2400 જેટલા ખેડૂત મોઢેરા આવી અને યોગ કર્યા જ્યારે મોઢેરા ખાતે કુલ 5000 લોકો સામુહિક યોગ કર્યા હતા.

    Parshottam Rupala
    Member of Rajya Sabha

  • 21 Jun 2022 09:56 AM (IST)

    પોરબંદરના સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી

  • 21 Jun 2022 09:49 AM (IST)

    દિલ્હી પોલીસ કમિશનરે કર્યા યોગ

    દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ યોગ કર્યા હતા.

    Rakesh Asthana Police Commissioner of Delhi

  • 21 Jun 2022 09:39 AM (IST)

    વડોદરામાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

    યોગ અભ્યાસને લોક જીવનની દૈનિક આદત બનાવવા ગુજરાત સરકાર સંકલ્પબધ્ધ છે તેવી લાગણી વ્યક્ત કરતા મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્ય યોગ બોર્ડ સંખ્યાબંધ શિબિરો યોજીને કવોલિફાઇડ યોગ શિક્ષકોનું ઘડતર કરે છે અને તેમના માધ્યમથી યોગને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

    ભારતનો યોગ વિશ્વવ્યાપી બનતો જાય છે અને પ્રધાનમંત્રીના અથાક પ્રયત્નોથી વિશ્વ યોગ દિવસને મળેલી માન્યતા બાદ તેનો વ્યાપ ઝડપભેર વધી રહ્યો છે.

    Rajendra Trivedi Minister of Revenue of Gujarat

  • 21 Jun 2022 09:33 AM (IST)

    શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી- રાજ્યપાલ

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરીને યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું હતું કે શાશ્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી.
    રાજભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિને ગાંધીનગરના દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    Acharya Devvrat Governor of Gujarat

     

  • 21 Jun 2022 09:24 AM (IST)

    સીએમ ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કર્યા યોગ

    સીએમ ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત ભાજપના અનેક નેતાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોની સાથે વિવિધ યોગાસનો કર્યા હતા.

    Bhupendra Patel Chief Minister of Gujarat

  • 21 Jun 2022 08:51 AM (IST)

    વિદેશ મંત્રી એસ જયશંકરે યોગ દિવસની ઉજવણી કરી

    નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, યોગ વિશ્વને જોડે છે. જે લોકો યોગ કરે છે, તેમના મનમાં શાંતિનો અનુભવ થાય છે. ડિપ્લોમસી સાથે જોડાયેલા લોકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં યોગ કરવા આવ્યા છે. બહુ આનંદની વાત છે. આ શાંતિની તરફેણમાં એક લાગણી છે, જે અમે વ્યક્ત કરી રહ્યા છીએ.

  • 21 Jun 2022 08:46 AM (IST)

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે યોગ કર્યા

    રક્ષા મંત્રી રાજનાથ સિંહએ 8th #InternationalDayofYoga પર યોગ કર્યા.

  • 21 Jun 2022 08:42 AM (IST)

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોગ કર્યા

    યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ એ પ્રાચીન ભારતીય વારસાનો એક ભાગ છે. તે માનવતા માટે ભારતની ભેટ છે, આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ. યોગ મન, શરીર અને આત્માને સંતુલિત કરે છે.

    RamNath Kovind President of India

  • 21 Jun 2022 08:39 AM (IST)

    લોકસભા સ્પીકર ઓમ બિરલાએ યોગ કર્યા

    લોકસભા સ્પીકર ઓમ બિરલા અને અન્ય સાંસદોએ સંસદ સંકુલમાં યોગ કર્યા.

  • 21 Jun 2022 08:29 AM (IST)

    હિમાચલના સીએમએ યોગ કર્યા

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર શિમલામાં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રિજ મેદાન ખાતે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો.

  • 21 Jun 2022 08:10 AM (IST)

    વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલમાં 40×40 ફૂટની રંગોળી બનાવવામાં આવી

    International Yoga Day નિમિત્તે સહજ રંગોળી ગ્રુપ દ્વારા વડોદરાની ગુજરાત પબ્લિક સ્કૂલમાં 40 બાય 40 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે.

  • 21 Jun 2022 07:53 AM (IST)

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, ગુજરાતી કલાકાર કિંજલ દવે અને આદિત્ય ગઢવી સહિતના લોકો જોડાયા.

  • 21 Jun 2022 07:50 AM (IST)

    ફતેહપુર સીકરીમાં યોગ કરતા નકવી

    International Yoga Day પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ફતેહપુર સીકરીમાં યોગ કરતા.

  • 21 Jun 2022 07:43 AM (IST)

    નોઈડામાં યોગ કરતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા

    International Yoga Day નિમિત્તે નોઈડા સ્ટેડિયમમાં યોગ કરતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા.

  • 21 Jun 2022 07:25 AM (IST)

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે યોગ કર્યા

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ “દિલ્હીની યોગશાળા” માં જોડાયા. કેજરીવાલે કહ્યું કે જો તમે પણ યોગ કરવા માંગો છો તો તમારી કોલોનીના 20-25 લોકોને ભેગા કરો અને અમને 9013585858 પર કોલ કરો, દિલ્હી સરકાર તમને યોગ શિક્ષક મફતમાં આપશે.

  • 21 Jun 2022 07:23 AM (IST)

    પીએમ મોદીએ યોગ કર્યા

    PM મોદી મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લોકો સાથે યોગ કરી રહ્યા છે.

  • 21 Jun 2022 07:06 AM (IST)

    આ રીતે યોગ લોકો અને દેશોને જોડી શકે છે – પીએમ મોદી

    આ સમગ્ર બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડ આપણી સાથે શરૂ થાય છે. અને, યોગ આપણને આપણી અંદરની દરેક વસ્તુથી વાકેફ કરે છે અને જાગૃતિની ભાવના બનાવે છે: PM મોદી

  • 21 Jun 2022 07:02 AM (IST)

    વડપ્રધાને શુભેચ્છા પાઠવી

    આ 8મા #InternationalYogaDay પર હું બધાને મારી શુભેચ્છા પાઠવું છું. આજે, વિશ્વના તમામ ભાગોમાં યોગનો અભ્યાસ કરવામાં આવે છે. યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી મળેલી શાંતિ માત્ર વ્યક્તિઓ માટે જ નથી, તે આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે: PM મોદી

  • 21 Jun 2022 07:00 AM (IST)

    યોગ વિશ્વને દિશા આપી રહ્યું છે યોગ જીવનનો આધાર બની રહ્યો છે યોગ વેશ્વિક પર્વ બન્યો છે – PM મોદી

    મૈસુરમાં યોગ દિવસ કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું “યોગ વિશ્વને દિશા આપી રહ્યું છે યોગ જીવનનો આધાર બની રહ્યો છે યોગ વેશ્વિક પર્વ બન્યો છે”

  • 21 Jun 2022 06:40 AM (IST)

    કર્ણાટક: મૈસુરમાં યોગ દિવસ કાર્યક્રમમાં PM મોદી હાજર

  • 21 Jun 2022 06:33 AM (IST)

    યોગ પર ITBP નું ગીત

  • 21 Jun 2022 06:29 AM (IST)

    રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે

    સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે. યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા છે.

  • 21 Jun 2022 06:23 AM (IST)

    14 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ

    ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો 14 હજાર ફૂટની ઊંચાઈએ યોગ કરી રહ્યા છે.

  • 21 Jun 2022 06:21 AM (IST)

    અરુણાચલ પ્રદેશમાં યોગ કરી રહેલા જવાનો

    અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં ITBPના જવાનો યોગ કરી રહ્યા છે.

  • 21 Jun 2022 06:19 AM (IST)

    આસામમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે યોગ કરી રહેલા સૈનિકો

    આસામની રાજધાની ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે યોગ કરી રહેલા સૈનિકો.

Published On - 6:13 am, Tue, 21 June 22