Instagram : ભગવાન શિવની વાંધાજનક GIF પોસ્ટ બતાવવા બદલ ઇન્સ્ટાગ્રામ સામે BJP નેતાએ કરી ફરિયાદ

|

Jun 09, 2021 | 1:15 PM

Instagram : તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સામે દિલ્હીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે, જેમાં ભગવાન શિવને એક હાથમાં વાઈન અને બીજા હાથમાં ફોન રાખીને વાંધાજનક રીતે બતાવવાના આરોપમાં બીજેપીનાં નેતા મનીષ સિંહે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ઇન્સ્ટાગ્રામ સામે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે.

Instagram : ભગવાન શિવની વાંધાજનક GIF પોસ્ટ બતાવવા બદલ ઇન્સ્ટાગ્રામ સામે BJP નેતાએ કરી ફરિયાદ
ઇન્સ્ટાગ્રામ સામે ફરિયાદ

Follow us on

Instagram : તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સામે દિલ્હીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે, જેમાં ભગવાન શિવને એક હાથમાં વાઈન અને બીજા હાથમાં મોબાઇલ ફોન રાખીને વાંધાજનક રીતે બતાવવાના આરોપમાં બીજેપીનાં નેતા મનીષ સિંહે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ઇન્સ્ટાગ્રામ સામે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે.

આજકાલ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જેમાં લોકો પોતાનાં વિચારોને દુનિયા સમક્ષ મુકે છે, પરંતુ ઘણી વાર કેટલીક ટિપ્પણીઓને કારણે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચે છે. અને એ માટેનો વિરોધ પણ અવારનવાર જોવા મળે છે. ત્યારે હાલમાં એક એવી જ વાંધાજનક પોસ્ટને કારણે હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ઈન્સ્ટાગ્રામ સામે ફરિયાદ કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવામાં અસફળ રહેનારા બીજેપીનાં નેતા મનીષ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “ઈન્સ્ટાગ્રામ પર ભગવાન શિવને ખૂબ જ ખરાબ રીતે રજૂ કર્યા છે.”  મહત્વપૂર્ણ છે કે, હિન્દુઓમાં સર્વોચ્ચ ભગવાન તરીકે ભગવાન શિવની લાખો ભક્તો દ્વારા આરાધના કરવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ ફરિયાદ

ભારતીય જનતા પાર્ટીનાં નેતા મનીષ સિંહે, ભગવાન શિવને “ખરાબ ટેસ્ટ” તરીકે દર્શાવવાના આરોપમાં ઇન્સ્ટાગ્રામ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બીજેપી નેતાએ ઇન્સ્ટાગ્રામના સીઈઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ નવી દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવામાં અસફળ રીતે લડનારા સિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,”ઇન્સ્ટાગ્રામ પર ભગવાન શિવને ખૂબ જ ખરાબ રુચિમાં રજૂ કર્યા છે.

મહત્વપૂર્ણ છે કે, ઇન્સ્ટાગ્રામ પરનાં એક ગ્રાફિક્સ ઇન્ટરચેંજ ફોર્મેટમાં(GIF)ભગવાન શિવના એક હાથમાં વાઇનનો ગ્લાસ હતો અને બીજા હાથમાં મોબાઈલ ફોન છે. સિંહે પોતાની ફરિયાદમાં વધુ લખ્યું છે કે,ઇન્સ્ટાગ્રામે ઇરાદાપૂર્વક ભગવાન શિવને ખરાબ રૂચિમાં રજૂ કરીને સમગ્ર હિન્દુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડીછે  એ માટે ફોજદારી કેસ નોંધવામાં આવે તેવી હાલ માંગણી કરવામાં આવી છે.

સામાન્ય રીતે,ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરતી વખતે સર્ચ બોક્સમાં શિવને સર્ચ કરતા વપરાશકર્તાઓ સ્ટીકર શોધી શકે છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સ્ટીકરો ઇન્સ્ટાગ્રામ દ્વારા જ પૂરા પાડવામાં આવ્યા હતા, કોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નહીં. ઉપરાંત હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડવાના એકમાત્ર હેતુથી આ પોસ્ટ બતાવવામાં આવી છે જેથી  હાલ કાર્યવાહીની માંગ ઉઠી છે.

 

નોંધ- આ પોસ્ટ પ્રદર્શિત કરવાનો હેતું આપને માહિતી આપવાનો છે. અમે પણ આવી પોસ્ટનો સખ્ત વિરોધ કરીએ છીએ. કોઇની ધાર્મિક લાગણી દુભાવવાનો અમારો કોઇ ઇરાદો નથી.

જુઓ ઇન્સ્ટાગ્રામની વિવાદીત પોસ્ટ-

Next Article