INS Ranvir Explosion: રાજપૂત વર્ગનું ચોથું વિધ્વંસક છે INS રણવીર, 36 વર્ષ પહેલા નેવીમાં કરવામાં આવ્યું હતું સામેલ

|

Jan 18, 2022 | 11:57 PM

INS Ranvir Explosion: INS રણવીર પર થયેલા વિસ્ફોટમાં નેવીના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. INS રણવીર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ તૈનાતી પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું.

INS Ranvir Explosion: રાજપૂત વર્ગનું ચોથું વિધ્વંસક છે INS રણવીર, 36 વર્ષ પહેલા નેવીમાં કરવામાં આવ્યું હતું સામેલ
Explosion at INS Ranveer - File Photo

Follow us on

આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. INS રણવીરના આંતરિક કંપાર્ટમેન્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ભારતીય નૌકાદળના 3 જવાનોએ જીવ ગુમાવ્યો હતો. જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. ભારતીય નૌકાદળના અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે INS રણવીર પૂર્વીય નેવલ કમાન્ડ તરફથી ક્રોસ-કોસ્ટ ઓપરેશનલ તૈનાતી પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પાછા ફરવાનું હતું. અકસ્માતની તપાસ માટે બોર્ડ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. ચાલો તમને INS રણવીર સાથે જોડાયેલી માહિતી વિશે જણાવીએ…

INS રણવીર ભારતીય નૌકાદળના પાંચ રાજપૂત-વર્ગના વિનાશકમાં ચોથું છે. તેને 36 વર્ષ પહેલા 28 ઓક્ટોબર 1986ના રોજ નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ વિનાશક જહાજની લંબાઈ 147 મીટર (482 ફૂટ) છે. તેની ઝડપ 35 નોટ્સ (65 કિમી/કલાક) છે. તે 35 અધિકારીઓ સહિત 310 ખલાસીઓના ક્રૂ દ્વારા સંચાલિત છે. INS રણવીર હથિયારો અને સેન્સરથી સજ્જ છે.

તેની પાસે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, વિમાન વિરોધી અને મિસાઇલ વિરોધી બંદૂકો અને ટોર્પિડો અને સબમરીન વિરોધી રોકેટ લોન્ચર છે. આ જહાજ કામોવ 28 એન્ટી સબમરીન હેલિકોપ્ટરનું સંચાલન કરવા માટે પણ સક્ષમ છે. જે જહાજોને દરિયા કિનારે પેટ્રોલિંગ કરવા, સંદેશાવ્યવહારની દરિયાઈ રેખાઓ પર દેખરેખ રાખવા, આતંકવાદ વિરોધી અને ચાંચિયાગીરી વિરોધી કામગીરી સહિત વિવિધ ભૂમિકાઓ કરવા સક્ષમ બનાવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

11 નૌસૈનિકો ઘાયલ

આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટનામાં ત્રણ ખલાસીઓના મોત થયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે. ઘટના અંગે પરિવારજનોને જાણ કર્યા બાદ મૃતકોના નામ જાહેર કરવામાં આવશે. યુદ્ધ જહાજ INS રણવીરમાં થયેલ વિસ્ફોટની ઘટના બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જહાજના ક્રૂ મેમ્બરોએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

યુદ્ધ જહાજ INS રણવીરને વધારે નુકસાન થયું ન હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં ઈજા પામેલા 11 નૌસૈનિકોની સ્થાનિક નેવી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ શહીદ થયેલા નૌકાદળના જવાનોની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. 

 

આ પણ વાંચો :  પીએમ મોદી પર આપવામાં આવેલા નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં ધમાસાણ, નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહીની ભાજપની માગ

Next Article