અરબ સાગરમાં ભારતની તાકાત બમણી, સ્કોર્પીયન શ્રેણીની સબમરીન ‘વજીર’ને નૌસેનાએ કરી તહેનાત

અરબ સાગર સ્થિત ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સરહદે, ભારતીય નૌસેનાએ સ્કોર્પીન શ્રેણીની સબમરીન વજીરને તહેનાત કરી છે. હિંદ મહાસાગરમાં શિકારી માછલીને માછીમારો વજીરના નામે ઓળખે છે. તેના નામ પરથી જ ભારતીય નૌસેનાએ આ સબમરીનનુ નામ વજીર રાખ્યુ છે. દક્ષિણ મુંબઈ સ્થિત મજગાવથી અરબ સાગરમાં વજીરનું દેશસેવામાં લોકાર્પણ કરાયું. ભારતીય જળ સિમાની સુરક્ષા માટે તહેનાત કરાયેલ […]

અરબ સાગરમાં ભારતની તાકાત બમણી, સ્કોર્પીયન શ્રેણીની સબમરીન વજીરને નૌસેનાએ કરી તહેનાત
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:20 PM

અરબ સાગર સ્થિત ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સરહદે, ભારતીય નૌસેનાએ સ્કોર્પીન શ્રેણીની સબમરીન વજીરને તહેનાત કરી છે. હિંદ મહાસાગરમાં શિકારી માછલીને માછીમારો વજીરના નામે ઓળખે છે. તેના નામ પરથી જ ભારતીય નૌસેનાએ આ સબમરીનનુ નામ વજીર રાખ્યુ છે.

દક્ષિણ મુંબઈ સ્થિત મજગાવથી અરબ સાગરમાં વજીરનું દેશસેવામાં લોકાર્પણ કરાયું. ભારતીય જળ સિમાની સુરક્ષા માટે તહેનાત કરાયેલ વજીરની ખાસીયત એ છે કે દુશ્મન દેશના રડારમાં આ સબમરીન કે તેના સિગ્નલ આવતા નથી. દુશ્મન દેશની દરિયાઈ ગુપ્ત વિગતો સહેલાઈથી પ્રાપ્ત કરી શકે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. પાણીની સપાટી ઉપર અને અંદર ઝડપથી ચાલી શકે છે. તો દરિયાની અંદર સુરંગ પાથરી શકે ઉપરાંત દરિયાઈ માર્ગે અને દરિયાની અંદર થતી તમામ હિલચાલ ઉપર દેખરેખ રાખી શકે છે.

ભારતે સૌ પ્રથમ વજીર નામની સબમરીન રશિયા પાસેથી મળી હતી. જેને ભારતીય નૌસેનામાં 1973માં સામેલ કરાઈ હતી. અને 2001મા તે સબમરીન વજીરને નિવૃત કરાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:31 pm, Thu, 12 November 20