INS Visakhapatnam: દરિયામાં પણ ભારતની તાકાત વધશે, INS વિશાખાપટ્ટનમ 21 નવેમ્બરે નૌકાદળના કાફલામાં જોડાશે

|

Nov 16, 2021 | 9:56 PM

INS વેલાનું નિર્માણ MDL દ્વારા ફ્રાન્સની મદદથી કરવામાં આવ્યું છે. આ વર્ગની વધુ ત્રણ સબમરીન INS કલવરી, ખંડેરી અને કરંજ નૌકાદળ સાથે જોડાઈ ચૂકી છે. 

INS Visakhapatnam: દરિયામાં પણ ભારતની તાકાત વધશે, INS વિશાખાપટ્ટનમ 21 નવેમ્બરે નૌકાદળના કાફલામાં જોડાશે
INS Visakhapatnam to join naval fleet on November 21

Follow us on

INS Visakhapatnam: ભારતીય નૌકાદળના સ્થાપના દિવસ પહેલા નૌકાદળ(Indian Navy)ની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. 25 નવેમ્બરના રોજ, ચોથી કલવરી-ક્લાસ સબમરીન વેલા (Vela) 25 નવેમ્બરના રોજ મુંબઈમાં કાર્યરત થશે. તે જ સમયે, આના ચાર દિવસ પહેલા એટલે કે 21 તારીખે, સ્વદેશી સ્ટીલ્થ મિસાઇલ વિનાશક INS વિશાખાપટ્ટનમ (INS Visakhapatnam) નેવીમાં જોડાશે. 

મળતી માહિતી મુજબ 21 નવેમ્બરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ INS વિશાખાપટ્ટનમને નેવીના બેડામાં સામેલ કરશે. આ માટે મુંબઈ ડોકયાર્ડ ખાતે કમિશનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ મુંબઈમાં આયોજિત સમારોહમાં INS વેલાને નેવીમાં સામેલ કરશે. INS વેલાનું નિર્માણ MDL દ્વારા ફ્રાન્સની મદદથી કરવામાં આવ્યું છે. આ વર્ગની વધુ ત્રણ સબમરીન INS કલવરી, ખંડેરી અને કરંજ નૌકાદળ સાથે જોડાઈ ચૂકી છે. 

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

 

INS વિશાખાપટ્ટનમની વાત કરીએ તો INS વિશાખાપટ્ટનમ યુદ્ધ જહાજની કુલ લંબાઈ 535 ફૂટ છે. તમે આ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે ટ્રેનના ડબ્બાની લંબાઈ 77 ફૂટ છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ જહાજની લંબાઈ ટ્રેનના 7 ડબ્બા જેટલી છે. તે Twin Zorya M36E ગેસ ટર્બાઇન પ્લાન્ટ, બર્ગન KVM ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. તે સમુદ્રમાં વધુ ઝડપે આગળ વધવામાં સક્ષમ છે. 

 

4 ડિસેમ્બરે નેવીનો રાઇઝિંગ ડે

INS વેલાને 4 ડિસેમ્બરના રોજ નૌકાદળના સ્થાપના દિવસ પહેલા નેવીમાં સામેલ કરવામાં આવશે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ નેવી તેના સ્થાપના દિવસની ઉજવણી કરે છે. તે જ સમયે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ 30 નવેમ્બરે સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ આર હરિ કુમારને આગામી નેવલ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. હરિ કુમાર હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ છે અને 30 નવેમ્બરે તેમનું નવું કાર્યભાર સંભાળશે.

Next Article