
ભારત સરકારે પ્રથમવાર એક પ્રાઈવેટ કંપનીને સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વ (વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિસોર્સ) બનાવવાનો સમગ્ર પ્રોજેક્ટ ખાનગી ક્ષેત્રની કંપનીને આપ્યો છે. આ કંપની MEIL છે એટલે કે મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Megha Engineering & Infrastructure Ltd). આ પ્રોજેક્ટને એક મોટો પોલિસી શિફ્ટ ગણાવાઈ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી, દેશના તમામ પેટ્રોલિયમ રિઝર્વ, ISPRL, એટલે કે, ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ દ્વારા સંચાલિત હતા. હવે થઈ રહ્યું છે એવુ કે સરકાર જે પોલિસી રજૂ કરી રહી છે તેમા પ્રાઈવેટ કેપિટલ કોમર્શિયલ પ્રેક્ટિસ લાવવામાં આવી રહી રહી છે. તો સૌથી પહેલા તો આ પ્રોજેક્ટ વિશે આપણે વાત કરીએ તો કર્ણાટરમાં ઉડ્ડુપી જિલ્લામાં આવેલી એક જગ્યા છે પદ્દુર. અહીં જ આ સમગ્ર પ્રોજેક્ટને મેઘા એન્જિનિયરીંગ દ્વારા બનાવવામાં આવનાર છે. તેની કેપેસિટી કેટલી હશે ? આ સમગ્ર સ્ટ્રેટજિક રિઝર્વમાં આપણે કેટલુ ક્રુડ ઓઈલ સ્ટોર કરી શકીએ છીએ? તો આ ક્ષમતા 2.5 મિલિયન મેટ્રિક ટન છે, જે આશરે 18.3 મિલિયન બેરલ જેટલુ કહી શકાય છે. કેટલા ખર્ચે આ...
Published On - 7:41 pm, Wed, 17 September 25