LOC પર પહેલીવાર ઓન કેમેરા ભારતનો પાકિસ્તાનને ખુલ્લો પડકાર, સુધરી જજો નહીંતર તો ફરી થશે ‘સ્ટ્રાઇક’

|

Dec 22, 2021 | 6:43 AM

પાકિસ્તાની રેન્જર્સ PoKમાં ગેરકાયદેસર બંકરો બનાવી રહ્યા હતા. તેઓ LoCના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરી રહ્યા હતા. ત્યારબાદ ભારતીય જવાનોએ લાઉડસ્પીકરની મદદથી પાકિસ્તાની રેન્જર્સને કડક ચેતવણી આપી

LOC પર પહેલીવાર ઓન કેમેરા ભારતનો પાકિસ્તાનને ખુલ્લો પડકાર, સુધરી જજો નહીંતર તો ફરી થશે સ્ટ્રાઇક
India Pakistan Border (File)

Follow us on

India On Pakistan: તમે પહેલીવાર LoCની આવી ફિલ્મ જોશો, જેમાં ભારતીય વીરોની ડાયલોગ ડિલિવરી હશે અને પાકિસ્તાન (Pakistan)ના કાળા કૃત્યો કેમેરામાં કેદ થશે. વાસ્તવમાં, પાકિસ્તાનની ઉશ્કેરણીના આ સમાચાર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir Border)ની સરહદ પરથી આવ્યા છે, જ્યાં પાકિસ્તાની રેન્જર્સ PoKમાં ગેરકાયદેસર બંકરો બનાવી રહ્યા હતા. તેઓ LoCના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરી રહ્યા હતા. ત્યારબાદ ભારતીય જવાનોએ લાઉડસ્પીકરની મદદથી પાકિસ્તાની રેન્જર્સને કડક ચેતવણી આપી હતી. તમારૂ કામ બંધ કરી દો નહીંતર બીજો રસ્તો અપનાવવામાં આવશે તેમ કહ્યું. ભારતીય જવાનોની ચેતવણી બાદ પાકિસ્તાની સેનાએ ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું, તો ચાલો જોઈએ શું હતો સમગ્ર ઘટનાનો ક્રમ. 

LoC પર પહેલીવાર કેમેરામાં પાકને ખુલ્લો પડકાર

પાકિસ્તાન સામે ભારતે ખુલ્લી ચિમકી આપી હતી કે સુધરી જાવ નહિતર બીજો રસ્તો અપનાવવામાં આવશે અને ‘સ્ટ્રાઇક’ કરવામાં આવશે. આ તો માત્ર ટ્રેલર છે પિક્ચકરની  ત્રણ મિનિટ બાકી છે કે જેનો વિડિયો TV9 Bharatvarsh પાસે પહોચ્યો છે. આ વિડિયોમાં પાકિસ્તાનના પાપનો સંપૂર્ણ વીડિયો કેદ છે. ઈમરાનના વિશ્વાસઘાતના નવા પુરાવા સામે આવ્યા છે. જુઓ, જ્યાંથી લાઉડસ્પીકર પર જાહેરાત કરવામાં આવી રહી છે, તે એલઓસી પર કાશ્મીરના કુપવાડા જિલ્લાનું તિથવાલ સેક્ટર છે અને તે બાજુ પાકિસ્તાન બાજુનું ચિલયાણા ગામ છે, જ્યાં પાકિસ્તાની રેન્જર્સ ગેરકાયદેસર રીતે બંકરો બનાવી રહ્યા હતા. 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમે તમને આ કામ બંધ કરવા માટે બે-ત્રણ વાર વિનંતી કરી છે, પરંતુ અમારા શબ્દોની તમને કોઈ અસર થઈ રહી નથી. તેથી અમારે બીજી કાર્યવાહી કરવી પડશે. હવે જાણો પાકિસ્તાન સેનાએ કયા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું અને ગેરકાયદે બાંધકામ શરૂ કર્યું. હકિકતમાં. એલઓસીથી 500 મીટરની રેન્જમાં બાંધકામ થઈ શકતું નથી અને જો બાંધકામ કરવું હોય તો પહેલા બીજા દેશને જાણ કરવી પડે છે. પાકિસ્તાની રેન્જર્સે આ પ્રોટોકોલ તોડીને બંકરો બનાવવાનું શરૂ કર્યું. તેથી ભારતીય સેનાએ તેને બાંધકામ અટકાવવા કહ્યું. બે દિવસની ફરિયાદ છતાં પાકિસ્તાની સેનાના લોકો રાજી ન થયા તો ભારતીય સેનાએ સ્પષ્ટપણે કાર્યવાહીની ચેતવણી આપી.

એલઓસીની આ તસવીર જણાવે છે કે કેવી રીતે પાકિસ્તાન દ્વારા સરહદ પર દરરોજ ઉશ્કેરણી કરવામાં આવે છે અને ભારતીય સેનાએ આ ઉશ્કેરણીનો જવાબ બોલી અને ગોળીઓથી પણ આપવો પડે છે. દેશે સૌથી પહેલા ટીવી 9 ભારતવર્ષ પર આ એક્સક્લુઝિવ વીડિયો જોયો, જે આખી દુનિયાને એ કહેવા માટે પૂરતો છે કે ભારતીય સેના એલઓસી પર કેવા પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે. પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને આંખો બતાવી તો તેની અસર ઈસ્લામાબાદ સુધી થઈ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સુધી હવાઈઓ ઉડવા લાગી. તેણે પોતાના પ્યાદાઓને બંકરો બનાવવાનું કામ રોકવાનો આદેશ આપવો પડ્યો, પરંતુ પાકિસ્તાન પર ભારતનો પ્રહાર અહીં અટક્યો નહીં. 

તમને જણાવી દઈએ કે આજે ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક પણ કરી છે અને ભારત સરકારે ખાનની પ્રચાર ફેક્ટરી પર જોરદાર અને મોટી કાર્યવાહી કરી છે. આઈટી એક્ટ 2021 હેઠળ 20 યુટ્યુબ ચેનલ અને 2 વેબસાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ચેનલો અને વેબસાઈટ પાકિસ્તાનથી ઓપરેટ થતા પ્રચાર નેટવર્ક સાથે જોડાયેલી છે. જેઓ ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવતા હતા. 

S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી ચીન પણ ગભરાઈ ગયું 

એવું કહેવાય છે કે ભારત વિરોધી પ્રચાર અભિયાનની મોડસ ઓપરેન્ડીમાં ધ નયા પાકિસ્તાન ગ્રુપ એટલે કે એનપીજીનો સમાવેશ થાય છે, જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. જેમાં યુટ્યુબ ચેનલોનું નેટવર્ક છે. અહેવાલ મુજબ, આ ચેનલો કૃષિ કાયદા અને નાગરિકતા (સુધારા) કાયદાની વિરુદ્ધ નકલી સમાચાર ચલાવી રહી હતી. 

S-400ની ગણતરી વિશ્વના સૌથી આધુનિક હથિયારોમાં થાય છે

S-400 ની ગણતરી વિશ્વના સૌથી આધુનિક હથિયારોમાં થાય છે. આ મિસાઈલ દુશ્મનના ફાઈટર એરક્રાફ્ટ, ડ્રોન, મિસાઈલ અને છુપાયેલા એરક્રાફ્ટને પણ મારવામાં સક્ષમ છે. તેના રડાર લગભગ 600 કિમીના અંતરથી 80 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. આની મદદથી રડારમાં ન ફસાયેલા વિમાનોને પણ નીચે પાડી શકાય છે. S-400નું લોન્ચર 3 સેકન્ડમાં 2 મિસાઈલ છોડી શકે છે

જુઓ એ ખાસ વિડિયો

 

 

 

Published On - 6:42 am, Wed, 22 December 21

Next Article