ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગલુરુના BEML પ્લાન્ટ ખાતે અનાવરણ

|

Sep 01, 2024 | 7:37 PM

ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વંદે ચેયર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને ઘણી બાબતોને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેમ કે આધુનિક ટેકનોલોજી, સુરક્ષા અને લોકો પાયલોટ તથા અન્ય કર્મચારીઓ માટે વિશેષ સુવિધા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગલુરુના BEML પ્લાન્ટ ખાતે અનાવરણ
Vande Bharat Sleeper

Follow us on

ભારત રેલવે ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. દેશમાં અત્યાધુનિક સેવાઓ અને ટેકનોલોજી સાથે અનેક નવી ટ્રેનોને દોડી રહી છે. જેમાં હવે વધુ એક ટ્રેનને ઉમેરવામાં આવી છે. ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રોટોટાઇપ વર્ઝનનું બેંગાલુરુના BEML પ્લાન્ટ ખાતે અનાવરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવના હસ્તે આજે ટ્રેનનું અનાવરણ કરવામાં આવ્યું.

આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુમાં રેલવે ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન તેઓ ડ્રાઇવરો અને તકનીકી સ્ટાફ સહિત 150 થી વધુ તાલીમાર્થીઓને મળ્યા. આ દરમિયાન તેઓ પ્રોટોકોલ તોડીને કર્મચારીઓ સાથે જમવા બેઠા હતા. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મલ્ટી-ડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની આ પ્રથમ મુલાકાત છે.

તમને જણાવી દઇએ કે ટ્રેનમાં ઘણી સુવિધાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વંદે ચેયર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને ઘણી બાબતોને ધ્યાને રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. જેમ કે આધુનિક ટેકનોલોજી, સુરક્ષા અને લોકો પાયલોટ તથા અન્ય કર્મચારીઓ માટે વિશેષ સુવિધા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ મધ્યમવર્ગના પરિવહન માટેનું એક સાધન છે, તેથી તેનું ભાડું પણ લોકોને પોસાય તેવું રખાયું છે. આ ટ્રેનમાં ઘણી સુરક્ષાને લગતી વિશેષતાઓ પણ જોવા મળશે. આ ટ્રેનની ડિઝાઇનમાં પણ ઘણી નવી બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન પણ બનાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાને આ ટ્રેનની તુલના વિશ્વની સર્વશ્રેષ્ઠ ટ્રેનો સાથે કરી છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 10 રેક આપવામાં આવશે અને પ્રત્યેક રેકમાં 16 ડબ્બાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન 160 KM પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે અને ટેસ્ટિંગ દરમિયાન તે 180 KM પ્રતિ કલાકની ઝડપ દોડી શકશે. તે ઉપરાંત 16 કોચમાં કુલ 823 બર્થ આપવામાં આવશે. 11 3AC કોચમાં 611 બર્થ, 4 2AC કોચમાં 188 બર્થ અને 1 1AC કોચમાં 24 બર્થ આપવામાં આવશે.

આ નવી સ્લીપર કોચમાં ઉપલબ્ધ સેવાઓની તુલનામાં વધુ સારી સેવાઓ આપવામાં આવશે. જેમાં સુવા માટેના બર્થની પહોળાઈ યોગ્ય અને જરૂર મુજબ વધારવામાં આવી છે, આંતરિક પ્રકાશની વ્યવસ્થા પણ સુધારી નાખવામાં આવી છે, તે ઉપરાંત શૌચાલય પણ પહેલાં કરતાં ઘણી મોટી સાઇઝના બનાવવામાં આવ્યા છે.

Published On - 7:14 pm, Sun, 1 September 24

Next Article