Vikrant Trial: ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ વિક્રાંત દરિયાઈ પરીક્ષણ માટે રવાના, PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા

|

Aug 05, 2021 | 1:39 PM

વિક્રાંત એરક્રાફ્ટ કેરિયરનું (Vikrant Aircraft) વજન 40,000 ટન છે અને તે દરિયાઈ પરીક્ષણમાં પણ સફળ નિવડે તેવી આશા છે. આ વિમાન વાહક જહાજને આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

Vikrant Trial: ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ વિક્રાંત દરિયાઈ પરીક્ષણ માટે રવાના, PM નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
Vikrant (File Photo)

Follow us on

એરક્રાફ્ટ જહાજ વિક્રાંત પરીક્ષણ માટે દરિયામાં ઉતર્યું છે. ભારત અને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા દેશના પ્રથમ વિમાન વાહક જહાજ વિક્રાંતે દરિયાઈ ટ્રાયલ માટે તૈયાર છે. હાલ, અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જો વિક્રાંતનું પરીક્ષણ સફળ થશે તો નૌકાદળની (Navy) તાકાતમાં વધારો કરશે.

ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ જહાજ વિક્રાંત (Vikrant) દરિયાઈ પરીક્ષણ માટે રવાના થયું છે. તે દેશમાં બનેલ સૌથી મોટું અને સૌથી જટિલ યુદ્ધ જહાજ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેનાએ આ પરિક્ષણ દિવસને દેશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સાથે જ ભારત અસાધારણ ક્ષમતા અને અત્યાધુનિક વિમાન વાહક (Aircraft) જહાજોનું ઉત્પાદન કરનારા વિશ્વના દેશોમાં સામેલ થયો છે. આપને જણાવવું રહ્યું કે, 1971 ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર જહાજ પરથી આ જહાજનું નામ વિક્રાંત (Vikrant) રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિક્રાતના દરિયાઈ પરિક્ષણ માટે નૌકાદળને શુભેચ્છા આપી હતી.

 

વિક્રાંત એરક્રાફ્ટ કેરિયરનું (Vikrant Aircraft) વજન 40,000 ટન છે અને વિક્રાંતનું દરિયાઈ પરીક્ષણ સફળ નિવડે તેવી આશા છે. આપને જણાવવું રહ્યું કે, આ એરક્રાફ્ટ જહાજને આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે (Vivek Madhval) જણાવ્યું હતું કે, “આ ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક દિવસ છે કારણ કે આઇએનએસ વિક્રાંતના 50 માં વર્ષમાં સમુદ્રમાં પ્રથમ વખત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.”

નૌસેનાના પ્રવક્તાએ કહ્યું હતુ કે, “ભારતમાં બનેલ આ સૌથી મોટું અને જટિલ યુદ્ધ જહાજ છે. ઉપરાંત જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના (Make in India) ભાગ રૂપે આ ઐતિહાસિક ક્ષણ છે”

 

આ પણ વાંચો: Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત

આ પણ વાંચો: Supreme Court: પેગાસસ જાસૂસી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ

Next Article