ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

|

Jan 30, 2022 | 10:34 AM

ભારતનો પહેલો કોરોના દર્દી બે વર્ષ પહેલા રજા પર પોતાના ઘરે પરત ફર્યો હતો અને 30 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે થ્રિસુર મેડિકલ કોલેજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધી અને 20 ફેબ્રુઆરી 2020 ના રોજ તેને રજા આપવામાં આવી.

ભારતની પ્રથમ કોરોના દર્દી તેના સ્વપ્ન પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ
Deltacron Symbolic photo

Follow us on

First Corona Patient : ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus)થી ચેપનો પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020 ના રોજ દક્ષિણ ભારતના કેરળ (Kerala) રાજ્યમાં નોંધાયો હતો. આ ખતરનાક વાયરસના ચેપનો પ્રથમ શિકાર એક 20 વર્ષની છોકરી હતી, જે 25 જાન્યુઆરી 2020ના રોજ ચીનના વુહાન શહેરથી પરત આવી હતી. વુહાન (Wuhan) એ જ શહેર છે જ્યાં કોરોના (Corona)નો પહેલો કેસ નોંધાયો હતો. પ્રથમ કોરોના દર્દી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને તે ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગે છે. તેણે હવે વુહાન પાછા જઈને અભ્યાસ પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે સરકારને મદદ કરવાની અપીલ પણ કરી છે.

તેના પિતા કહે છે, ‘હાલમાં કોવિડને મેનેજ કરી શકાય છે. આ કારણે મારી દીકરી વુહાન જઈને તેનો કોર્સ પૂરો કરવા માંગે છે. તેના પિતા જણાવે છે કે, તેમની દીકરી ભૂતકાળને ભૂલીને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન અભ્યાસ કરી રહી છે. તેણે એમબીબીએનો અભ્યાસક્રમ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પૂર્ણ કર્યો હતો. પરંતુ હવે તેણે યુનિવર્સિટીના નિયમો અનુસાર 52 અઠવાડિયાનો ઈન્ટર્નશિપ કોર્સ પૂર્ણ કરવાનો છે.

થ્રિસુર મેડિકલ કોલેજમાં પ્રથમ કોરોના દર્દીની સારવાર કરવામાં આવી હતી

ભારતનો પહેલો કોરોના દર્દી બે વર્ષ પહેલા રજા પર પોતાના ઘરે પરત ફર્યો હતો અને 30 જાન્યુઆરીએ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેણે થ્રિસુર મેડિકલ કોલેજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી સારવાર લીધી અને 20 ફેબ્રુઆરી 2020ના રોજ તેને રજા આપવામાં આવી. તે કોરોનાથી સાજી થઈ ગઈ હતી, પરંતુ લગભગ દોઢ વર્ષ પછી તે ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગઈ હતી. આ પહેલો કેસ નથી જ્યારે કોઈ ફરીથી કોરોના સંક્રમિત થયો હોય. દેશ અને દુનિયામાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજા થયા પછી ફરીથી કોરોના સંક્રમિત થાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ભારતમાં 12 માર્ચ 2020ના રોજ કોરોનાથી પ્રથમ મૃત્યુ

ભારતમાં કોરોના વાયરસના ચેપને કારણે પ્રથમ મૃત્યુ 12 માર્ચ 2020ના રોજ કર્ણાટકના કાલબુર્ગીમાં થયું હતું. ત્યારબાદ એક 76 વર્ષીય વ્યક્તિ સાઉદી અરેબિયાથી ભારત પરત ફર્યો હતો. સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ તેણે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ન્યુમોનિયાની ફરિયાદ હતી. 6 માર્ચે સ્થાનિક ડૉક્ટરે તેમના ઘરે તેમની સારવાર કરી હતી. જો કે, બગડતી તબિયતને કારણે વ્યક્તિને 9 માર્ચે કલબુર્ગીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પ્રારંભિક તપાસમાં તે કોરોના વાયરસથી સંક્રમિત જણાયો હતો. 10 માર્ચે તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચો: Mahatma Gandhi Death Anniversary: જ્યાં સત્ય છે ત્યાં બાપુ જીવિત છે, હિન્દુત્વવાદીઓ માને છે કે તેઓ નથી રહ્યા – રાહુલ ગાંધી

Next Article