
વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે (02 એપ્રિલ) વારિસ પંજાબ દેના ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સંબંધમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનરની ઓફિસની બહાર વિરોધ દરમિયાન ત્રિરંગો હટાવવા પર તીખી પ્રતિક્રિયા આપતા રવિવારે કહ્યું કે, આ હવે એવુ ભારત નથી જે ત્રિરંગાનું અપમાન સહન કરે.
જયશંકરે કહ્યું કે, અમે લંડન, કેનેડા, સાન ફ્રાન્સિસ્કોમાં ઘટનાઓ જોઈ છે, ત્યાં બહુ નાની લઘુમતી છે, તે લઘુમતી પાછળ ઘણા હિતો છે, બહુ નાની લઘુમતી છે પણ લઘુમતી પાછળ ઘણા હિતો છે. પડોશીઓને કોઈ રસ હોય છે, તમે બધા જાણો છો કે કેમ…” અહીં તેમણે પાકિસ્તાન વિશે વાત કરી હતી.
આ સાથે તેમણે બ્રિટન વિશે કહ્યું કે “અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જ્યાં આ દૂતાવાસો છે તે દેશની જવાબદારી છે કે જ્યાં આ રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. છેવટે, અમે ઘણા વિદેશી દૂતાવાસોને સુરક્ષા આપીએ છીએ. જો તેઓ સુરક્ષા નહીં આપે તો ભારત તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવશે. આ તે ભારત નથી જે તેના રાષ્ટ્રધ્વજને નીચે ખેંચી લેવાનું સ્વીકારે.
તેમણે આગળ કહ્યું કે, અમારા હાઈ કમિશનરે સૌથી પહેલું કામ એ કર્યું કે, તેમણે એક મોટો ધ્વજ પણ મંગાવ્યો અને તેણે તેને બિલ્ડીંગની ટોચ પર મૂક્યો. તે કહેવાતા ખાલિસ્તાનીઓ માટેનું નિવેદન જ નહીં પણ અંગ્રેજો માટે પણ નિવેદન હતું કે આ મારો ધ્વજ છે અને જો કોઈ તેનો અનાદર કરવાનો પ્રયાસ કરશે તો હું તેને(ધ્વજ) મોટો કરીશ.” જયશંકરે કહ્યું કે, તે અર્થમાં વિચાર કે આજે એક અલગ ભારત છે, એક ભારત જે ખૂબ જ જવાબદાર અને ખૂબ જ નિર્ધારિત છે.”
ખાલિસ્તાનના સમર્થકોને આટલું ફંડ કોણ આપી રહ્યું છે. કારણ કે આ પહેલા પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે ખાલિસ્તાનના કોન્સેપ્ટ પાછળ વિદેશી ષડયંત્ર છે જે ભારતને તોડીને તેને આંતરિક રીતે નબળું પાડવા માંગે છે. અમૃતપાલ સિંહની તપાસ દરમિયાન એક પછી એક ઘણા ખુલાસા થયા છે, જેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે તેના સંબંધોની વાત પણ સામે આવી છે.