એક સમય હતો જ્યારે એક સામાન્ય ભારતીય એમ વિચારતો કે કોફી તો મોટા લોકોનો શોખ છે, કારણ કે સામાન્ય માણસ તો ચા પીવે છે. આજે દેશના યુવાનો અને Gen Z ના કેફે કલ્ચરમાં કોફીનું ખાસ સ્થાન છે, પણ ભારત અને ભારતીયો હંમેશાથી ચા સાથે જોડાયેલા રહ્યા છે. અને એવું હોય પણ કેમ નહીં? ભારત પરંપરાગત ચા ઉત્પાદક હોવા ઉપરાંત આજે દુનિયાનો ચોથો સૌથી મોટો ચા નિકાસ કરનારો દેશ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પરંપરાગત સ્ટીરિયોટાઇપ્સને પાછળ છોડીને ભારતીય કોફીની સુગંધ આખી દુનિયામાં ફેલાઈ રહી છે. ભારતનો કોફી નિકાસમાં ઉછાળો 2024ના નાણાકીય વર્ષ દરમિયાન, ભારતે 1.2 અબજ યુએસ ડોલરની કોફી નિકાસ કરી હતી, જ્યારે એપ્રિલથી ઓક્ટોબર 2024 દરમિયાન માત્ર આઠ મહિનામાં જ 1.1 અબજ યુએસ ડોલરની નિકાસ થઈ. જે 2021ની સરખામણીએ લગભગ ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ દર્શાવે છે કે ભારત હવે કોફી નિકાસમાં બ્રાઝિલ અને વિયેતનામ જેવા દેશોની સામે ટક્કર આપી રહ્યું છે. ભારતમાં કોફીની ખેતીની શરૂઆત ભારતમાં કોફી...
Published On - 8:48 pm, Sat, 15 February 25