
ભારતીય રેલ્વે (Indian Railways)મુસાફરોની મુસાફરીની સુવિધા માટે સમયાંતરે વિકાસ કાર્યો હાથ ધરે છે. જેના કારણે ઘણી વખત રેલવેને ટ્રેનો કેન્સલ કરવી પડે છે અથવા ટ્રેનોના રૂટ બદલવો પડે છે. રેલ્વે રદ કરાયેલી ટ્રેનો વિશે અગાઉથી માહિતી આપે છે જેથી મુસાફરોને ટ્રેન રદ થવાથી અથવા રૂટમાં ફેરફારને કારણે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રેલ્વેએ આજે 18 જુલાઈએ 124 ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી છે. આ ટ્રેનોમાં પેસેન્જર, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વેની નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) ની સત્તાવાર વેબસાઇટ પર સવારે 9 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, 124 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ (Cancelled Trains)કરવામાં આવી છે, જ્યારે 22 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોની આ યાદીમાં યુપી, દિલ્હી સહિત દેશના વિવિધ રૂટ પર અલગ-અલગ કારણોસર રદ કરાયેલી ટ્રેનોનો સમાવેશ થાય છે.
18 જુલાઇના રોજ સવારે 9 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in પરના અપડેટ મુજબ, 11 ટ્રેનોનું સમયપત્રક રિશેડ્યુલ કરવામાં આવ્યું છે, જ્યારે 10 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઘરેથી નીકળતા પહેલા રદ કરાયેલી ટ્રેનોની યાદી તપાસો.
આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે દ્વારા દરરોજ પ્રભાવિત ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વિવિધ કારણોસર રદ કરાયેલી, ડાયવર્ટ કરાયેલી અને રીશેડ્યુલ કરાયેલી ટ્રેનોની માહિતી આપવામાં આવી છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા હોવ તો અગાઉથી તપાસ કરી લો કે તમારે જે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તે કેન્સલ કે મોડી તો નથીને. મુસાફરી કરતા પહેલા, મુસાફરો રેલ્વે હેલ્પલાઇન 139 દ્વારા ટ્રેન સંબંધિત અપડેટ્સ પણ લઈ શકે છે. તમે રેલ્વેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in દ્વારા સંપૂર્ણ યાદી ચકાસી શકો છો. આ સિવાય NTES મોબાઈલ એપ દ્વારા ટ્રેનો કેન્સલ કરવા, રૂટ ડાયવર્ટ કરવા અને રિશેડ્યુલ કરવાની માહિતી પણ મેળવી શકાશે.
થોડા દિવસો અગાઉ રાજકોટમાં (Rajkot) એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી.જો કે અધિકારીઓએ સમય સુચકતા દાખવીને સોમનાથ-ઓખા ટ્રેનને ગોંડલના રીબડા પાસે ટ્રેન (Train) રોકી દેવામાં આવી હતી. ટ્રેનના પાટા નજીકથી ઈલેકટ્રીક વાયર કાપી નાખતા વાયર ટ્રેનના વ્હીલમાં ફસાયા હતા. પરંતુ સમય સૂચકતાના લીધે ગુજરાતમાં (Gujarat) મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી.આ ઘટનામાં મોટા ષડયંત્રને અંજામ આપવા માટે તસ્કરોએ વાયર ટ્રેક પર નાખ્યાનો પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ છે, પરંતુ જો વાયર કાઢવામાં ના આવ્યો હોત તો ટ્રેન ઉથલી જવાનો ખતરો હતો.
Published On - 1:25 pm, Mon, 18 July 22