જો તમે ભારતીય રેલ્વે (Indian Railway)ની આ ફ્રી ફૂડ સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો તમને દરેક ટ્રેનમાં આ સુવિધા નહીં મળે. આ સુવિધા માત્ર કેટલીક વિશેષ ટ્રેનોના મુસાફરો માટે છે. રેલવેના આધુનિકીકરણથી લઈને મુસાફરોની સુવિધા સુધી દરેક ક્ષેત્રમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં રેલ્વેએ તહેવારોની સિઝનમાં તેના મુસાફરો માટે બીજી સુવિધાની વ્યવસ્થા કરી છે. ભારતીય રેલ્વે (IRCTC) તેના મુસાફરો માટે મફત ભોજનની સુવિધા લાવી છે.
આ તહેવારની સિઝનમાં ભારતીય રેલવે દ્વારા ઘણી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. દિવાળી અને છઠ જેવા તહેવારો પર ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણી વિશેષ ટ્રેનો શરૂ કરી છે. દરમિયાન, રેલ્વે દ્વારા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મફત ભોજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
ભારતીય રેલ્વેની આ સુવિધા દરેક ટ્રેનના મુસાફરો માટે નથી. આ સુવિધા માત્ર દુરંતો એક્સપ્રેસ, રાજધાની અને શતાબ્દી જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને જ આપવામાં આવી રહી છે. આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે, જ્યારે ટ્રેન બે કલાક કે તેથી વધુ મોડી હશે. ટ્રેનના આગમન કે ઉપડતી વખતે ફ્રી ફૂડનો લાભ મળશે નહીં, પરંતુ જો ટ્રેન 2 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય તો તમે ફ્રી ફૂડની માગ કરી શકો છો. એક અહેવાલ મુજબ આ સ્થિતિમાં મુસાફરોને સંપૂર્ણ ભોજન અથવા ભોજન વચ્ચે નાસ્તો અથવા લંચ વગેરે તેમજ કેટલાક પસંદ કરેલા પીણાં લેવાની છૂટ છે.
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) મુસાફરોની સુવિધા અને ગુણવત્તા માટે નવા રસોડા અને જૂનાનું નવીકરણ કરીને તેના ફૂડ સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરી રહ્યું છે. IRCTC તેના ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે WhatsAppની સુવિધા પણ આપી રહી છે.
ટ્રેનમાં IRCTC એપની મદદથી હવે તમે ફૂડ ઓર્ડર કરી શકો છો. આ માટે મુસાફરોને ફક્ત તેમના પીએનઆર નંબરની જરૂર પડશે. ભારતીય રેલ્વે દિવાળી અને છઠ માટે ઘણી વિશેષ ટ્રેનો ચલાવી રહી છે, જે દિલ્હીથી બિહાર અને યુપીના શહેરો અને કેટલાક અન્ય સ્થળોએ દોડી રહી છે. આવી સ્થિતિમાં જો તમને તહેવારો પર ઘરે જવા માટે કન્ફર્મ ટિકિટ નથી મળી રહી, તો તમે આ ટ્રેનોમાં બુકિંગ કરીને લાભ લઈ શકો છો.