
ભારતીય રેલવેએ 30 જૂન 2020ના પહેલા સુધીની બુક તમામ ટિકિટ કેન્સલ કરી દીધી છે. આ તારીખ સુધી બુક તમામ ટિકિટની રકમ રિફંડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તમામ વિશેષ ટ્રેન અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહેલાની જેમ ચાલુ રહેશે. આ ટ્રેનોની ટિકિટ કેન્સલ કરવામાં આવી નથી. રેલવેએ આ પહેલા 17 મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કરી હતી. હવે રેલવેએ 30 જૂન સુધી તમામ ટિકિટને કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તમામ ટિકિટ કેન્સલ કરી દીધી છે, જે 21 માર્ચ પછી બુક કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: હવે ભારતીય સેનામાં સામાન્ય નાગરિક પણ સામેલ થઈ શકશે! જાણો વિગત
Published On - 6:46 am, Thu, 14 May 20