Ukraine Russia War : રોમાનિયા અને હંગેરી થઈને ભારતીયોની વાપસી, અત્યાર સુધીમાં 700 લોકો પરત આવ્યા

|

Feb 27, 2022 | 6:08 PM

ભારતીય દૂતાવાસે યુક્રેનમાં નાગરિકોને સરકારી અધિકારીઓ સાથે સંકલન કર્યા વિના સરહદ ચોકીઓની મુલાકાત ન લેવાની સલાહ પણ આપી હતી.

Ukraine Russia War : રોમાનિયા અને હંગેરી થઈને ભારતીયોની વાપસી, અત્યાર સુધીમાં 700 લોકો પરત આવ્યા
Ukraine Russia War

Follow us on

Ukraine Russia War:  યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. યુક્રેનમાંથી (Ukraine) અત્યાર સુધીમાં સેંકડો ભારતીયોને તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. જો કે હજારો લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી રોમાનિયા  (Romania)અને હંગેરી થઈને ભારત લાવવામાં આવી રહ્યા છે.

સંકલન કર્યા વિના સરહદ ચોકીઓની મુલાકાત ન લેવાની સલાહ

ભારતીય દૂતાવાસે કહ્યું કે, અમે નાગરિકો માટે પડોશી દેશો સાથે વધુ સરહદો ખોલવા માટે સતત વાતચીત કરી રહ્યા છીએ.કિવમાં ભારતીય દૂતાવાસે  નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપી છે.દૂતાવાસે યુક્રેનમાં ભારતીય નાગરિકોને સરકારી અધિકારીઓ સાથે સંકલન કર્યા વિના સરહદ ચોકીઓની મુલાકાત ન લેવાની સલાહ પણ આપી હતી.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત પ્રયત્ન

ભારત સરકારે અત્યાર સુધીમાં યુક્રેનમાં ફસાયેલા 700 થી વધુ ભારતીય નાગરિકોને પરત લાવ્યા છે. બુખારેસ્ટથી 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારે સાંજે મુંબઈ પહોંચી હતી. જ્યારે 250 નાગરિકોને લઈને બીજી ફ્લાઈટ રવિવારે દિલ્હી પહોંચી હતી.ઉપરાંત લગભગ 240 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઈટ પણ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી દિલ્હી જવા રવાના થઈ છે.તમને જણાવી દઈએ કે,રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી 198 ભારતીયોને લઈને ચોથી ફ્લાઈટ પણ ભારત જવા રવાના થઈ છે.કેન્દ્ર સરકાર યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.

 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ વકરી રહ્યું છે. રશિયા દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનની સેના પણ રશિયન સૈનિકોને જડબાતોડ જવાબ આપી રહી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણમાં આ યુદ્ધને કારણે રશિયાને ઘણું નુકસાન થયું છે. 27 એરોપ્લેન, 26 હેલિકોપ્ટર, 146 ટેન્ક, 49 તોપો, 30 ઓટોમોબાઈલ સાધનો, 2 BPLA OTR, 2 જહાજો સહિત 706 યુદ્ધ આર્મર્ડ કારનો નાશ કરવામાં આવ્યો હતો.બીજી તરફ યુક્રેનના સંરક્ષણ પ્રધાન હેન્ના મલ્યારે દાવો કર્યો છે કે હુમલા દરમિયાન અત્યાર સુધીમાં રશિયાના લગભગ 4,300 સૈનિકોને માર્યા ગયા છે.

આ પણ વાંચો : Russia Ukraine War: ભારતીય દૂતાવાસ દ્વારા તેના નાગરિકોને અપીલ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો, સરહદ ચોકીઓ પર જવાનું ટાળો

Next Article