જમ્મુ-કાશ્મીર(jammu kashmir)ના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter)થઈ હતી. દ્રાચ વિસ્તારમાં થયેલા આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરના ADGP વિજય કુમારે જણાવ્યું કે સેનાએ દ્રાચમાં ત્રણ આતંકીઓને ઠાર (Terrorist Shod Dead)કર્યા છે. મુલુ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પણ મળી હતી. જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, તેઓ 2 ઓક્ટોબરે પુલવામાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફ પર ગોળી ચલાવી હતી
ADGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં SPO જાવેદ ડારની હત્યા અને 24 સપ્ટેમ્બરે પુલવામામાં પશ્ચિમ બંગાળના એક બહારના મજૂરની હત્યામાં સામેલ હતા. રવિવાર, 2 ઓક્ટોબરના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પહેલા, આતંકવાદીઓએ પુલવામાના પિંગલાનામાં CRPF અને પોલીસની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી SPO જાવેદ અહેમદ ડાર શહીદ થયા હતા અને CRPFનો એક જવાન ઘાયલ થયો હતો.
પોલીસ અને સીઆરપીએફની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેમના યુનિટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં SPO જાવેદ અહેમદ ડાર શહીદ થયા હતા. આ ઘટના પુલવામાના પિંગલાનામાં બની હતી. હુમલાની નિંદા કરતા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો આતંકવાદીઓનું કાયર અને નિંદનીય કૃત્ય છે. શહીદ થયેલા SPO જાવેદ અહેમદ ડારની બહાદુરીને હું સલામ કરું છું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અન્ય પ્રતિબંધિત સંગઠનોના કુલ 10 સભ્યોને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યા છે. આ જાહેર કરાયેલા આતંકવાદીઓમાં હાલ પાકિસ્તાનમાં રહેતો પાકિસ્તાની નાગરિક હબીબુલ્લાહ મલિક ઉર્ફે સાજીદ જટ્ટ, જમ્મુ-કાશ્મીરના બારામુલાનો બાસિત અહેમદ રેશી, જમ્મુ-કાશ્મીરના સોપોરનો ઇમ્તિયાઝ અહેમદ કંદુ ઉર્ફે સજાદનો સમાવેશ થાય છે
Published On - 8:49 am, Wed, 5 October 22