SCO Summit: 4 જુલાઈએ SCO સમિટનું આયોજન, PM મોદી કરશે અધ્યક્ષતા

|

May 30, 2023 | 11:17 PM

SCO વિદેશ મંત્રીઓની બેઠક 4-5 મેના રોજ ગોવામાં યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન અને રશિયા સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ આવ્યા હતા. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ યોજાઈ હતી.

SCO Summit: 4 જુલાઈએ SCO સમિટનું આયોજન, PM મોદી કરશે અધ્યક્ષતા

Follow us on

Delhi: ભારત 4 જુલાઈએ SCO સમિટનું (SCO Summit) આયોજન કરશે. આ મીટિંગ વર્ચ્યુઅલી હશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે 22મી SCO સમિટ વર્ચ્યુઅલ રીતે 4 જુલાઈના રોજ યોજાશે, જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જો કે મંત્રાલયે આ પાછળના કારણો આપ્યા નથી. આ સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી.

આ પણ વાચો: Jammu Kashmir: Dal Lakeની લહેરો પર દેખાયા G20ના ડેલીગેટ્સ, શિકારા રાઈડનો ઉઠાવ્યો આનંદ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોમવારે આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેણે એ પણ જણાવ્યું કે આ નિર્ણય શા માટે અને કયા કારણોસર લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે SCO સમિટ માટે તમામ સભ્ય દેશો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

SCO સમિટની થીમ શું છે?

સાથે જ ઈરાન, બેલારુસ અને મંગોલિયાને નિરીક્ષક રાજ્યો તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાન અધ્યક્ષ તરીકે તુર્કમેનિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. SCO સમિટની થીમ ‘Towards a Secure SCO’ રાખવામાં આવી છે. SECURE નો અર્થ છે સુરક્ષા, અર્થતંત્ર અને વેપાર, કનેક્ટિવિટી, એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને પર્યાવરણ માટે આદર.

 

 

SCO વિદેશ મંત્રીઓની બેઠક 4-5 મેના રોજ ગોવામાં યોજાઈ હતી

આ પહેલા 4-5 મેના રોજ ગોવામાં SCOના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન સહિત અનેક દેશોના વિદેશ મંત્રીઓ આવ્યા હતા. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ યોજાઈ હતી. તે સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિતના ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. સમરકંદમાં જ SCO સમિટની અધ્યક્ષતા ભારતને મળી.

થોડા સમય પહેલા શ્રી નગરમાં Dal Lakeની લહેરો પર દેખાયા G20ના ડેલીગેટ્સ

કશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ ઈવેન્ટને લઈને થ્રી ટિયર સિક્યોરિટી ગ્રિડ લગાવવામાં આવી છે. કશ્મીરના ખુશનુમા વાતાવરણમાં જી-20 મિટિંગના ડેલીગેટ્સ પણ ખુશ થયા હતા.  જી-20 મિટિંગમાં આવેલા ડેલીગેટ્સે ડલ લેકમાં નૌક વિહારનો આનંદ લીધો હતો.  ડેલીગેટ્સ એક સાથે શિકારામાં જોવા મળી રહ્યાં છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article