રાહત : ભારતને મે માસના અંત સુધીમાં મળશે સ્પુટનિક-વીના 30 લાખ ડોઝ

|

May 22, 2021 | 4:36 PM

રશિયામાં ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ શનિવારે કહ્યું છે કે સ્પુટનિક-વીનું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં ભારતમાં સ્થાનિક રીતે શરૂ થશે. જયારે રશિયા મે માસના અંતમાં ભારતને 30 લાખ વધુ સ્પુટનિક ડોઝ આપશે. તેમજ દેશમાં કુલ 85 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

રાહત : ભારતને મે માસના અંત સુધીમાં મળશે સ્પુટનિક-વીના 30 લાખ ડોઝ
ભારતને મે માસના અંત સુધીમાં મળશે સ્પુટનિક-વીના 30 લાખ ડોઝ

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરમાં કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાનને વેગ આપવા માટે પ્રયાસ કરી રહી છે. જો કે ઝડપી રસીકરણ માટે રસીની મર્યાદિત ઉપલબ્ધતા મોટો અવરોધ છે. જ્યારે ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન સિવાય ત્રીજી રસી સ્પુટનિક-વીની વધુ ઉપલબ્ધતા હવે ટૂંક સમયમાં અછતને દૂર કરશે.

આ અંગે રશિયામાં ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ શનિવારે કહ્યું છે કે Sputnik-V નું ઉત્પાદન ઓગસ્ટ સુધીમાં ભારતમાં સ્થાનિક રીતે શરૂ થશે. જયારે રશિયા મે માસના અંતમાં ભારતને 30 લાખ વધુ સ્પુટનિક-વી ડોઝ આપશે. તેમજ દેશમાં કુલ 85 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

રશિયાની રસીનું ઉત્પાદન સ્થાનિક રીતે ઓગસ્ટ સુધીમાં ભારતમાં શરૂ કરવામાં આવશે

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

ભારતના રાજદૂત વેંકટેશ વર્માએ કહ્યું, ‘ભારતમાં અત્યાર સુધી 2,60,000 Sputnik-V રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જયારે મે મહિનાના અંત સુધીમાં, લગભગ 30 લાખ રશિયા ભારત મોકલશે. જે જૂન મહિનામાં વધીને 50 લાખ થવાની ધારણા છે. અ ઉપરાંત રશિયાની રસીનું ઉત્પાદન સ્થાનિક રીતે ઓગસ્ટ સુધીમાં ભારતમાં શરૂ કરવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલની યોજના મુજબ સ્પુટનિક-વીના કુલ 85 કરોડ ડોઝનું ઉત્પાદન ભારતમાં થવાનું છે.

કુલ 85 કરોડ ડોઝ રસી ઉત્પન્ન કરવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  Sputnik-V  ભારતને ત્રણ રીતે પહોંચાડવામાં આવી રહી છે – ડાયરેક્ટ એક્સપોર્ટ, ફિલ અને ફિનિશ મોડ અને સંપૂર્ણ ઉત્પાદન માટે ભારતીય કંપનીઓને ટેકનોલોજી ટ્રાન્સફર. જેમાં ફિલ અને ફિનિશિંગ મોડ એ ભારતમાં ભરવામાં આવતી રસીની શીશીઓનો સંદર્ભ છે. વર્માએ વધુમાં જણાવ્યું હતું કે કુલ 85 કરોડ ડોઝ રસી ઉત્પન્ન કરવામાં આવશે જેમાં આ તમામનો સમાવેશ થાય છે.

સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટની મંજૂરી બાકી 

તેમણે સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે જો તેને મંજૂરી મળે તો તે ભારત અને રશિયા વચ્ચે સહકારનું બીજું ક્ષેત્ર હશે. તેમણે કહ્યું કે રશિયા તરફથી સ્પુટનિક લાઇટનો પ્રસ્તાવ છે. આ માટે નિયમનકારી સંસ્થાની મંજૂરી હજી બાકી છે. ભારતમાં નિયમનકારી સંસ્થાની મંજૂરી પ્રાપ્ત થઈ જાય તો તે ભારત અને રશિયા વચ્ચે સહકારનું બીજું ક્ષેત્ર હશે.

હાલમાં દેશમાં બે રસી કંપનીઓ છે. જેમના પર કોરોનાની રસી બનાવવાની જવાબદારી છે. પ્રથમ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે, જે કોવિશિલ્ડ બનાવી રહી છે. બીજી કંપની છે ભારત બાયોટેક છે જે કોવેક્સિનનું નિર્માણ કરે છે. રશિયાની સ્પુટનિક-વીને પણ તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ રશિયાએ ભારતને 2.60 લાખ ડોઝ રસી સપ્લાય કરી છે.

Published On - 4:28 pm, Sat, 22 May 21

Next Article