અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, બ્રિટિશ નાગરિકોએ ભારતમાં આવતા જ આ નિયમનું કરવું પડશે પાલન

|

Oct 01, 2021 | 6:34 PM

આ નવા નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકોએ ભારતમાં આગમન પર હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, બ્રિટિશ નાગરિકોએ ભારતમાં આવતા જ આ નિયમનું કરવું  પડશે પાલન
File photo

Follow us on

બ્રિટનના (Britain) કોરોના  (Corona) પ્રવાસ નિયમોને જોતા હવે ભારતે પણ યુકેના નાગરિકો માટે નવા પ્રવાસ નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર,કોરોના રસી (Corona Vaccine) લીધા બાદ પણ બ્રિટિશ નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ ઉપરાંત ભારત આવ્યા પછી ક્વોરેન્ટાઇન રહેવું પણ ફરજિયાત છે.

માહિતી અનુસાર, નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ નિયમ યુકેથી આવતા તમામ યુકે નાગરિકોને લાગુ પડશે. આ નવા નિયમો અનુસાર, બ્રિટિશ નાગરિકો પણ ભારત આવે ત્યારે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. બ્રિટિશ નાગરિકને જે પણ રસી લીધી હોય આમ છતાં  RTPCR ટેસ્ટ કરાવ્યા બાદ આવવું પડશે. પછી ભારતમાં પણ ટેસ્ટ કરવા પડશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

નવા નિયમો અનુસાર, યુકેના નાગરિકો માટે મુસાફરી પહેલા 72 કલાકની અંદર કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. તો ભારત આવ્યા પછી એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ સિવાય ભારત આવ્યા પછી 8 મા દિવસે નાગરિકોએ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. યુકેના નાગરિકો ભારત પહોંચ્યા પછી 10 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

અગાઉ, બ્રિટને તેના કોરોના પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યો હતો. નવા નિયમ હેઠળ કોવિશિલ્ડ રસીનો ડોઝ મેળવનારા ભારતીયોને ‘અનવેક્સીનેટેડ’ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના બે ડોઝ લેનારાઓ માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે. તે જ સમયે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં ઉત્પાદિત રસીને પણ યાદીમાંથી બહાર રાખવામાં આવી છે.

જો કે હવે યુકે સરકાર પર ભારતથી આવતા મુસાફરો માટે તેની કોવિડ રસી માટે નક્કી કરાયેલા નિયમોની સમીક્ષા કરવા માટે દબાણ વધી રહ્યું છે. નિયમો અનુસાર વિવિધ દેશોની રસી અંગે જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારતીય રસીને માન્યતા આપવામાં આવી નથી. હકીકતમાં બ્રિટનની યાત્રાના સંબંધમાં લાલ, એમ્બર અને લીલા રંગની ત્રણ જુદી જુદી યાદીઓ બનાવવામાં આવી છે. જુદા જુદા દેશોને અલગ અલગ યાદીમાં મૂકવામાં આવ્યા છે.

4 ઓક્ટોબરથી તમામ યાદીઓ મર્જ કરવામાં આવશે અને માત્ર લાલ લિસ્ટ જ બાકી રહેશે. લાલ યાદીમાં સમાવિષ્ટ દેશોના પ્રવાસીઓને યુકેની મુસાફરી પર પ્રતિબંધનો સામનો કરવો પડશે. ભારત હજુ પણ એમ્બર યાદીમાં છે. આવી સ્થિતિમાં અંબર સૂચિને નાબૂદ કરવાનો અર્થ એ છે કે ફક્ત થોડા મુસાફરોને કોરોનાવાયરસ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે.

બ્રિટનમાં જે કોરોના રસી મંજૂર કરવામાં આવશે તેવા દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી. આનો અર્થ એ છે કે જેમને ઇન્ડિયન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ રસી મળી છે તેઓએ ફરજિયાતપણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને નિયત સ્થળોએ આઇસોલેશનમાં રહેવું પડશે.

આ પણ વાંચો : China Power Crisis: ચીનમાં વીજળી સંકટથી અટક્યું એપલ-ટેસ્લાનું કામ, શું છે આ પાછળનું કારણ ?

આ પણ વાંચો :Hockey team : 2 દિવસમાં ત્રીજા ભારતીય ખેલાડીએ હોકીમાંથી સંન્યાસ લીધો, કહ્યું મગજને આરામ જોઈએ છે

Published On - 5:59 pm, Fri, 1 October 21

Next Article