લઘુમતી મંત્રાલયમાં શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું, તપાસ CBIને સોંપાઈ

|

Aug 19, 2023 | 8:21 PM

શિષ્યવૃત્તિ કૌભાંડ 2007-2009 થી 2022 સુધી ચાલ્યું હતું. મંત્રાલયે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. આ મામલો નકલી સંસ્થા અને નકલી વિદ્યાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્ય હોવાનું છે.

લઘુમતી મંત્રાલયમાં શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું, તપાસ CBIને સોંપાઈ

Follow us on

લઘુમતી મંત્રાલયમાં શિષ્યવૃત્તિ કૌભાંડ સામે આવ્યું છે. આ મામલો નકલી સંસ્થા અને નકલી વિદ્યાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યા હોવાનો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સામે આવ્યું છે કે આ કૌભાંડ 2007-2008 થી 2022 સુધી ચાલ્યું હતું. 22000 કરોડના આ કૌભાંડમાં ઉચાપતનો મામલો સામે આવ્યો છે. લઘુમતી મંત્રાલયે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. 10 જુલાઈના રોજ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.

લઘુમતી બાબતોના મંત્રાલયે 21 રાજ્યોમાં 1572 લઘુમતી સંસ્થાઓની તપાસ કરી. તેમાંથી 830 સંસ્થાઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી. તપાસમાં, 53 ટકા સંસ્થાઓ નકલી અથવા બિન-ઓપરેટિવ હોવાનું બહાર આવ્યું છે. મંત્રાલયે તેની તપાસ NCAER દ્વારા કરાવી હતી. છેલ્લા 5 વર્ષમાં માત્ર 830 સંસ્થાઓમાં 144.83 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. 830 નકલી સંસ્થાઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

તપાસમાં શું બહાર આવ્યું

બોગસ સંસ્થાઓના નામે 144.83 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હતા. મદરેસાઓ અને લઘુમતી સંસ્થાઓમાં ભણતા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. નકલી ખાતામાં અને ખોટા નામે સ્કોલરશીપ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. એક મોબાઈલ નંબર પર 22 બાળકો નોંધાયા હતા. તપાસ દરમિયાન આ માહિતી સામે આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

છેલ્લા 4 વર્ષમાં કેરળના માત્ર એક જિલ્લામાં મલ્લપુરમમાં 8 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી છે. આસામના નાગાંવમાં એક બેંક શાખામાં એક જ વારમાં 66,000 શિષ્યવૃત્તિ ખાતા ખોલવામાં આવ્યા હતા. કાશ્મીરની અનંતનાગ ડિગ્રી કોલેજની સંપૂર્ણ સંખ્યા 5000 હતી, પરંતુ 7000 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ છેતરપિંડીથી લેવામાં આવી રહી છે.

દેશની 12 લાખ બેંક શાખાઓની દરેક શાખામાં 5000 થી વધુ બાળકોને શિષ્યવૃત્તિના પૈસા જતા હતા. છેલ્લા 4 વર્ષથી લઘુમતી મંત્રાલય દ્વારા દર વર્ષે 2239 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. 2016 માં, લઘુમતી બાળકો માટે શિષ્યવૃત્તિના ડિજિટલાઇઝેશન પછી આ છેતરપિંડી સામે આવી હતી. દેશમાં 1,75,000 મદરેસા છે, જેમાંથી માત્ર 27,000 મદરેસા જ નોંધાયેલી છે જે શિષ્યવૃત્તિ માટે પાત્ર છે. આ શિષ્યવૃત્તિ લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ગથી પીએચડી સુધી આપવામાં આવે છે.

આ પણ વાંચો : G20 અંતર્ગત બેંગ્લોરમાં મંત્રીઓની યોજાઇ બેઠક, અશ્વિની વૈષ્ણવ સહિતના મંત્રીઓ રહ્યા હાજર

શિષ્યવૃત્તિની રકમ 4000 થી 25000 સુધીની છે. 1.32 લાખ બાળકો હોસ્ટેલ વિના રહેતા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તેઓ હોસ્ટેલ માટે સ્કોલરશીપના પૈસા લેતા હતા. બાકીની 1 લાખ 79 હજાર 500 લઘુમતી સંસ્થાઓની તપાસ હજુ ચાલુ છે.

રાષ્ટ્રીયના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:20 pm, Sat, 19 August 23

Next Article