“ભારત પોતાના સ્વપનોથી પણ યુવા છે”, રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં PM મોદીનુ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સંબોધન કરતા દેશના ઘડતરમાં યુવાઓનો મહત્વનો ફાળો ગણાવ્યો છે.તેમણે જણાવ્યુ કે, યુવાઓએ હંમેશા શાનદાર કામ કર્યુ છે.

ભારત પોતાના સ્વપનોથી પણ યુવા છે, રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં PM મોદીનુ સંબોધન
PM Modi address the national youth festival
| Edited By: | Updated on: Jan 12, 2022 | 12:18 PM

National Youth Festival : બુધવારે રાષ્ટ્રીય યુવા દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, જો ભારતના યુવાનોને ટેક્નોલોજીમાં રસ છે તો લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં શ્રમ શક્તિ છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. તેથી જ ભારત આજે જે બોલે છે તેને દુનિયા આવતીકાલનો અવાજ માને છે.તમને જણાવી દઈએ કે, PMએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુડુચેરીમાં 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતુ. ઉપરાંત આજે તેઓ તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું (Government Medical College) ઉદ્ઘાટન પણ કરશે.

યુવાઓએ હંમેશા શાનદાર કામ કર્યુ

ઉલ્લેખનીય છે કે, 12 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ(National Youth Day)  તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સંબોધન કરતા દેશના ઘડતરમાં યુવાઓનો મહત્વનો ફાળો ગણાવ્યો છે.ઉપરાંત તેમણે જણાવ્યુ કે, યુવાઓએ હંમેશા શાનદાર કામ કર્યુ છે.

યુવાનોની તાકાત ભારતને વધુ ઉંચાઈ પર લઈ જશે

વધુમાં વડાપ્રધાને જણાવ્યુ કે, વર્ષ 2022 ભારતના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના યુવાનોએ(Youth)  દેશ માટે જીવવું છે અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપના પૂરા કરવા છે, યુવાનોની તાકાત ભારતને વધુ ઉંચાઈ પર લઈ જશે.

રાષ્ટ્રીય યુવા સમિટનું આયોજન કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા સમિટનું આયોજન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય વ્યાપક અને અરસપરસ અભિગમ દ્વારા ભારતની વિવિધ સંસ્કૃતિઓને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે. યુવા કલ્યાણ વિભાગ યુવાનોની પ્રતિભાને નિખારવા માટે આવી સ્પર્ધાઓનું આયોજન કરે છે.

 

આ પણ વાંચો : PM Security Breach Case: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી, ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે

Published On - 11:51 am, Wed, 12 January 22