
ભારતીય વાયુ સેનાને પહેલી વાર LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ગરુડ સ્પેશિયલ ફોર્સ સ્પેશિયલ ઓપરેશન માટે તૈનાત કરી છે. મળતી માહિતી મુજબ ભારતીય સેનાને મજબૂત કરવા માટે રશિયન મૂળની એકે-103 એસોલ્ટ રાઈફલ્સથી સજ્જ કરવામાં આવી છે. આ રાઈફલો ભારતીય વાયુસેનાને વ્યૂહાત્મક મોરચે મજબૂત કરશે. આ રાઈફલો પ્રાપ્ત કરવા માટે ભારતે રશિયા સાથે જોડાણ કર્યું હતું.
આ રાઈફાલ્સ માટે ભારત અને રશિયા વચ્ચે 300 કરોડની ડીલ થઈ હતી. મળતી માહિતી મુજબ યુપીના બાગપતમાં ભારતીય વાયુસેનાના ગરુડ સ્પેશિયલ ફોર્સ રેજિમેન્ટ સેન્ટરમાં હથિયારોનું પ્રદર્શન બતાવવામાં આવ્યું છે. આ રાઈફલ્સની સાથે ભારત વ્યૂહાત્મક રીતે હવે ખૂબ જ મજબૂત બની ગયું છે.
વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના “ગરુડ સ્પેશિયલ ફોર્સ અમેરિકી સિગ સોયર અને રશિયન મૂળની એકે-103 એસોલ્ટ રાઈફલો સહિત નવીનતમ હથિયારોથી સજ્જ છે. તેઓને નવીનતમ મેડ-ઈન-ઈન્ડિયા એકે-203 એસોલ્ટ રાઈફલ્સ પણ પ્રદાન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે એસોલ્ટ રાઈફલ્સ ખૂબ જ હળવી હોય છે, તેનું વજન 3.6 કિલો છે. 7.62 મિલીમીટર કેલિબરના 30 રાઉન્ડનું મેગેઝિન લગાવી શકાય છે. લગભગ આઠ મિનિટના લાંબા વીડિયોમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના સૈનિકો વિભિન્ન અભ્યાસોમાં બતાવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના દ્વારા આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાનની સાથે-સાથે ચીનની તરફથી પણ સંરક્ષણાત્મક મોરચે ભારત માટે પડકારો સર્જાઈ રહ્યા છે. વાયુસેનાના અધિકારીઓએ એએનઆઈને કહ્યું કે, “પૂર્વી લદ્દાખથી લઈને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સરહદની સાથે સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે, જ્યાં તેઓ નિષ્ણાત કામગીરી કરશે.
સૈનિકો પાસે ગૈલીલ સ્નાઈપર રાઈફલોની સાથે નેગેવ લાઈટ મશીન ગન (LMG) પણ છે. આ બંને હથિયારો ઈઝરાયેલના છે. આપણા સૈનિકો આ હથિયારોની મદદથી દુશ્મનોને 1000 મીટર દૂર સુધીના વિસ્તારમાં મારી શકે છે. ગરુડનો જમ્મુ અને કાશ્મીર નેગેવ એલએમજીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં સામેલ કોર્પોરલ જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોત્તર અશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
કોઈપણ ભારતીય વિશેષ દળની તાલીમનો સૌથી લાંબો સમયગાળો માત્ર ગરુડ ફોર્સમાં જ હોય છે. દરેક કમાન્ડોને 72-અઠવાડિયાના ટ્રેનિંગ કોર્સમાંથી પસાર થવું પડે છે, જેમાં બેઝિક ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે. ગરુડ કમાન્ડો ત્રણ વર્ષની તાલીમ પછી જ સંપૂર્ણ ઓપરેશનલ કમાન્ડો બની જાય છે. તાલીમ એટલી કડક છે કે તાલીમ લેનારા 30 ટકા તાલીમાર્થીઓ પહેલા 3 મહિનામાં જ તાલીમ છોડી દે છે. ગરુડ કમાન્ડો દુશ્મનોની વચ્ચે પહોંચી જાય છે અને ચારે બાજુથી દુશ્મનનો મુકાબલો કરે છે. આવી સ્થિતિમાં આ આધુનિક કમાન્ડરો ઝડપી કાર્યવાહી કરે છે.