ભારતમાં પણ નેપાળ જેવી તબાહીનો ખતરો! હિમાલયના 130 સરોવરો અત્યંત જોખમી

નેપાળમાં હિમશિખર પીગળવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે ભારત માટે પણ ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. કાઠમંડુ સ્થિત International Centre for Integrated Mountain Development (ICIMOD) દ્વારા આશરે પાંચ મહિના પહેલાં જાહેર કરાયેલા અહેવાલોમાં હિમાલયના ઝડપથી પીગળતા હિમશિખરો અને તેનાથી સર્જાઈ શકે તેવા જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી.

ભારતમાં પણ નેપાળ જેવી તબાહીનો ખતરો! હિમાલયના 130 સરોવરો અત્યંત જોખમી
| Updated on: Aug 29, 2026 | 9:11 AM

નેપાળમાં હિમશિખર પીગળવાથી આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે ભારત માટે પણ ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. કાઠમંડુ સ્થિત International Centre for Integrated Mountain Development (ICIMOD) દ્વારા આશરે પાંચ મહિના પહેલાં જાહેર કરાયેલા અહેવાલોમાં હિમાલયના ઝડપથી પીગળતા હિમશિખરો અને તેનાથી સર્જાઈ શકે તેવા જોખમ અંગે ચેતવણી આપવામાં આવી હતી.

2500થી વધુ ગ્લેશિયર સરોવરો પર ખતરો

રિપોર્ટ મુજબ હિમાલય વિસ્તારમાં 10 હેક્ટરથી મોટા અનેક ગ્લેશિયર સરોવરો જોખમ હેઠળ છે. હિમશિખરો ઝડપથી પીગળવાને કારણે સરોવરોમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે અને ભવિષ્યમાં આવા સરોવરો ફાટવાથી અચાનક વિનાશક પૂર આવી શકે છે. આવી ઘટનાને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) તરીકે ઓળખવામાં આવે છે.

ભારતીય ક્ષેત્રના 130 સરોવરો અત્યંત જોખમી

ICIMODના આંકડા મુજબ ભારતીય હિમાલય વિસ્તારમાં પણ આશરે 130 ગ્લેશિયર સરોવરો અત્યંત જોખમી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે. જો આ સરોવરોમાં કોઈ એક ફાટે તો નીચાણવાળા વિસ્તારોમાં અચાનક મોટા પ્રમાણમાં પાણી ધસી આવવાની શક્યતા છે. જેના કારણે જાનમાલ ઉપરાંત માર્ગો, પુલો, વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થઈ શકે છે.

નેપાળની દુર્ઘટનાએ વધારી ચિંતા

નેપાળમાં તાજેતરમાં હિમશિખર પીગળવાથી આવેલા ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે. આપત્તિના અનેક દિવસો બાદ પણ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટનાએ હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર સરોવરોના વધતા જોખમને ફરી એકવાર ઉજાગર કર્યું છે.

ભારતમાં પણ સતર્ક રહેવાની જરૂર

હિમાલયના હિમશિખરો ઝડપથી પીગળી રહ્યા હોવાથી આગામી સમયમાં ગ્લેશિયર સરોવરોનું જોખમ વધી શકે છે. નિષ્ણાતોના અહેવાલો મુજબ જોખમી સરોવરોની સતત દેખરેખ, વહેલી ચેતવણીની વ્યવસ્થા અને સંભવિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે આગોતરી તૈયારી અત્યંત જરૂરી બની છે. નેપાળની તાજેતરની દુર્ઘટના ભારત માટે પણ એક ગંભીર ચેતવણી સમાન છે.

આ પણ વાંચો- ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.