Corona Update: કોરોના કેસમાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં 3324 કેસ નોંધાયા

|

May 01, 2022 | 12:00 PM

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Mnistry) જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3324 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

Corona Update: કોરોના કેસમાં ફરી વધારો, છેલ્લા 24 કલાકમાં 3324 કેસ નોંધાયા
India Corona Update

Follow us on

Corona Update: દેશમાં કોરોના (Covid-19) ના કેસમાં ઘટાડો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3324 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 40 લોકોના મોત થયા છે. આ પહેલા શનિવારે કોવિડ-19ના 3688 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી રોજના 3 થી 4 હજારની વચ્ચે આ કેસ નોંધાઈ રહ્યા છે. ચોથી વેવના (Fourth Wave) ભય વચ્ચે આ સમયે દિલ્હીમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાના 3324 નવા કેસ ઉમેરાયા બાદ અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,30,79,188 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે મૃત્યુના 40 નવા કેસ નોંધાયા છે, જેના કારણે મૃત્યુઆંક વધીને 5,23,843 થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 19,092 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 408 નો વધારો નોંધાયો છે. આ સાથે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકા પર પહોંચ્યો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન 189 કરોડને પાર

માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,36,253 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા પર પહોંચ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 1,89,17,69,346 ડોઝ આપવામાં આવ્યા છે. રોગચાળા સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કાર્યકરોને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.

જીવ ગુમાવનારા 70 ટકા લોકોને અન્ય બીમારીઓ હતી

19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી.

 

આ પણ વાંચો : Maharashtra Corona Reports: મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાએ ફરી ઝડપ પકડી, 150 થી વધુ નવા કેસ નોંધાયા

Published On - 9:58 am, Sun, 1 May 22

Next Article