India-Central Asia Summit: અફઘાનિસ્તાન પર જોઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન, મધ્ય એશિયાઈ દેશોની સાથે સંમેલનમાં લેવામાં આવ્યો નિર્ણય

|

Jan 28, 2022 | 8:08 AM

સંધૂએ કહ્યું કે શિખર સંમેલનમાં મોદીએ આગામી 30 વર્ષ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. તેમને કહ્યું કે આ નિર્ણય થયો છે કે ભારત અને મધ્ય એશિયાઈ દેશોના નેતા દર બે વર્ષમાં શિખર સંમેલન સ્તરની બેઠક કરશે.

India-Central Asia Summit: અફઘાનિસ્તાન પર જોઈન્ટ વર્કિગ ગ્રુપનું થશે ગઠન, મધ્ય એશિયાઈ દેશોની સાથે સંમેલનમાં લેવામાં આવ્યો નિર્ણય
PM Narendra Modi (PC- ANI)

Follow us on

ભારત અને પાંચ મધ્ય એશિયાઈ દેશોએ ગુરૂવારે વરિષ્ઠ અધિકારીઓના સ્તર પર અફઘાનિસ્તાન (Afghanistan)ને લઈ એક સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના સચિવ રીનત સંધૂએ આ જાણકારી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ડિજિટલ માધ્યમથી પહેલા ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની કરી. તેમાં કઝાકિસ્તાન (Kazakhstan)ના રાષ્ટ્રપતિ કાસિમ જુમરાત તોકાયેવ, ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામ અલી રહમાન, તુર્કેમેનિસ્તાનના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્દીમુહમ્મદેવો અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદ્ર જાપારોપે ભાગ લીધો.

સંધૂએ કહ્યું કે શિખર સંમેલનમાં મોદીએ આગામી 30 વર્ષ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. તેમને કહ્યું કે આ નિર્ણય થયો છે કે ભારત અને મધ્ય એશિયાઈ દેશોના નેતા દર બે વર્ષમાં શિખર સંમેલન સ્તરની બેઠક કરશે અને 2024માં આગામી શિખર સંમેલન થવાની સંભાવના છએ. સંધૂએ કહ્યું કે બેઠકમાં નેતાઓને અફઘાનિસ્તાન પર નજીકના પરામર્શ ચાલુ રાખવા માટે સંમત થયા હતા.

આતંકવાદ વિરોધી સંયુક્ત અભ્યાસ પર વિચાર

વરિષ્ઠ અધિકારીઓના સ્તર પર અફઘાનિસ્તાનના સંબંધમાં એક સંયૂક્ત કાર્ય સમૂહ ગઠિત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો. તેમને કહ્યું કે ભારત અને મધ્ય એશિયાઈ દેશ આતંકવાદ અને ડ્રગ હેરફેરના જોખમનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. સંધૂએ કહ્યું કે ભારત અને મધ્ય એશિયાના ઈચ્છુક દેશોની વચ્ચે આતંકવાદ વિરોધી સંયૂક્ત અભ્યાસ કરવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર પરામર્શ

નેતાઓએ યૂએનએસસી પ્રસ્તાવ 2593 (2021)ની મહત્વની પુષ્ટી કરી. જે સ્પષ્ટ રીતે માંગ કરે છે કે અફઘાન વિસ્તારનો ઉપયોગ આતંકવાદી કાર્યને આશ્રય આપવા, પ્રશિક્ષણ આપવા, યોજનાઓ બનાવવા માટે ના કરવામાં આવે અને સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા સ્વીકૃત તમામ આતંકવાદી સમૂહોની વિરૂદ્ધ કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવે. તે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર પરામર્શ ચાલુ રાખવા સહમત થયા.

આ મુદ્દાઓને મળશે પ્રાથમિકતા

આ સંદર્ભમાં તેમને વરિષ્ઠ અધિકારીઓ સ્તર પર અફઘાનિસ્તાન પર એક સંયૂક્ત કાર્ય સમૂહની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. નેતાઓએ એ પણ કહ્યુંકે અફઘાનિસ્તાનથી સંબંધિત મુદ્દાઓ પર એક વ્યાપક ‘ક્ષેત્રીય સહમતિ’ છે. જેમાં એક વાસ્તાવિક પ્રતિનિધિ અને સમાવેશી સરકારનું ગઠન, આતંકવાદ અને ડ્રગ્સ જેવા પદાર્થોની તસ્કરીનો સામનો કરવો, સંયૂક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા માટે તાત્કાલિક માનવીય સહાયતા પ્રદાન કરવી સામેલ છે. આ સંબંધમાં નેતાઓએ જુલાઈ 2022માં તાશકંદમાં એસસીઓની શરૂઆતમાં અફઘઆનિસ્તાન પર એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત કરવા માટે ઉજ્બેકિસ્તાનની પહલનો ઉલ્લેખ કર્યો.

આ પણ વાંચો: Maharashtra: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે મુંબઈમાં બ્લેક ફંગસનો પગ પેસારો, 70 વર્ષની મહિલામાં જોવા મળ્યા લક્ષણ

Next Article