Karnataka Hijab Controversy: હિજાબ વિવાદમાં પાકિસ્તાન-અમેરિકાની એન્ટ્રીથી ભારત નારાજ, કહ્યું- આંતરિક મુદ્દાઓ પર નિવેદનબાજી સહન નહીં થાય

|

Feb 12, 2022 | 1:01 PM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે દેશના આંતરિક મુદ્દાઓ પર કોઈપણ અન્ય દેશની ટિપ્પણીને સહન કરવામાં આવશે નહીં.

Karnataka Hijab Controversy: હિજાબ વિવાદમાં પાકિસ્તાન-અમેરિકાની એન્ટ્રીથી ભારત નારાજ, કહ્યું- આંતરિક મુદ્દાઓ પર નિવેદનબાજી સહન નહીં થાય
Hijab Controversy
Image Credit source: PS : PTI

Follow us on

કર્ણાટકમાં (Karnataka) હિજાબ વિવાદને લઈને ઘણા દેશોમાંથી ટિપ્પણીઓ કરવામાં આવી છે. તે જ સમયે, હવે આ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ પર કેટલાક દેશોની ટિપ્પણીઓ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજ્યની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ સંબંધિત મામલો કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ન્યાયિક તપાસ હેઠળ છે. આવી સ્થિતિમાં આપણા દેશના આંતરિક મુદ્દાઓ પર અન્ય કોઈ દેશની ટિપ્પણીને સહન કરવામાં આવશે નહીં. પાકિસ્તાને (Pakistan) પણ હિજાબ વિવાદ પર ટિપ્પણી કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડ સંબંધિત મામલાની સુનાવણી કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહી છે. આપણું બંધારણીય માળખું અને તંત્ર, તેમજ આપણી લોકશાહી સિદ્ધાંતો અને રાજકારણ એવા સંદર્ભ છે જેમાં મુદ્દાઓ પર વિચારણા અને ઉકેલ લાવવામાં આવે છે. જેઓ ભારતને સારી રીતે જાણે છે તેઓને આ વાસ્તવિકતાઓની સારી સમજ હશે. અમારા આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણીઓ સહન કરવામાં આવશે નહીં.

અમેરિકા પણ હિજાબ વિવાદમાં આપ્યું છે નિવેદન

કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદને લઈને અમેરિકાએ પણ પોતાની ટિપ્પણી કરી છે. અમેરિકી સરકારમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટેના રાજદૂત રશાદ હુસૈને કહ્યું “ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક વસ્ત્રો પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. કર્ણાટકને ધાર્મિક વસ્ત્રોની પરવાનગી નક્કી ન કરવી જોઈએ. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

પાકિસ્તાને ભારતીય દૂતાવાસના ઈન્ચાર્જને બોલાવ્યા

નોંધપાત્ર રીતે પાકિસ્તાને કર્ણાટક હિજાબ વિવાદમાં ભારતીય દૂતાવાસના પ્રભારીને સમન્સ પાઠવ્યું છે અને મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હિજાબ પહેરવા પર પ્રતિબંધ અંગે સરકારની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીને ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ કથિત ધાર્મિક અસહિષ્ણુતા, નકારાત્મક વલણ, કલંક અને ભેદભાવ અંગે પાકિસ્તાનની ઊંડી ચિંતાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

નિવેદન અનુસાર એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ભારત સરકારે કર્ણાટકમાં મહિલાઓ પર અત્યાચારના ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ અને મુસ્લિમ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ.

પાકિસ્તાની મંત્રીઓએ વિવાદમાં કરી એન્ટ્રી

બીજી તરફ પાકિસ્તાનના ઘણા મંત્રી કર્ણાટકમાં ચાલી રહેલા વિવાદમાં કૂદી પડયા છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણવ્યું હતું કે મુસ્લમાન છોકરીઓને શિક્ષાથી વંચિત રાખવી મૌલિક માનવાધિકારનું ઉલ્લંઘન છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ હુસૈને કહ્યું હતું કે, જે ચાલી રહ્યું છે તે ભયાનક છે. ટ્વીટ કરીને કહ્યું હતું કે, અસ્થિર નેતૃત્વ હેઠળ ભારતીય સમાજ ઝડપથી બગડી રહ્યો છે. હિજાબ પહેરવું એ અન્ય વસ્ત્રોની જેમ વ્યક્તિગત પસંદગી છે, નાગરિકોને આમ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ.

આ પણ વાંચો :  IPL 2022 auction: આ 10 ખેલાડીઓ માર્કી પ્લેયર લીસ્ટમાં છે સામેલ, જેમા ધવન અને અય્યર સહિત 4 ભારતીય અને 6 વિદેશી ખેલાડીઓનો સમાવેશ

આ પણ વાંચો : Zero Rupee Notes: શું તમને ખબર છે કે જ્યારે 0 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી ત્યારે તેનો કેવી રીતે ઉપયોગ થતો હતો

Next Article