ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા- કેજરીવાલે આ વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો રાખ્યો પ્રસ્તાવ- વાંચો

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમા આશા મુજબ પ્રદર્શન ન કર્યા બાદ વિપક્ષી દળોને એકસાથે આવવુ પરસ્પર સહમતી સધાવી મુશ્કેલ જણાઈ રહી છે. જો કે દિલ્હીની અશોક હોટેલમાં આજે ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક મળી અને સીટ શેરિંગના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ.

ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા- કેજરીવાલે આ વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો રાખ્યો પ્રસ્તાવ- વાંચો
| Updated on: Dec 19, 2023 | 6:56 PM

લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે એકજુટ થયેલા INDIA ગઠબંધન તરફથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની પીએમના ચહેરા તરીકે પસંદગી થઈ શકે છે. દિલ્હીમાં આયોજિત ગઠબંધની ચોથી બેઠકમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે આ પ્રસ્તાવ રાખ્યો છે. જો કે ખરગે એ આ અંગે જણાવ્યુ છે કે પહેલા ચૂંટણી જીતીશુ એ બાદ તેના પર વિચારીશુ. મંગળવારે દિલ્હીની અશોકા હોટેલમાં આયોજિત આ બેઠકમાં 28 દળોની દિગ્ગજ નેતાઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત EVM અને સીટ શેરિંગ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી.

દેશના પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આશા મુજબ પ્રદર્શન ન કરી શકેલી કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં વિપક્ષી દળોને સાધવાની કોશિષ કરી. બેઠકમાં સીટ શેરિંગ, ઈવીએમ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. જો કે સૌથી મહત્વનો પ્રસ્તાવ ગઠબંધન તરફથી પીએમ ચહેરાને લઈને રહ્યો. અંદરના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગઠબંધન તરફથી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને પીએમ ફેસ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જો કે ખરગેએ આ અંગે જણાવ્યુ કે પહેલા ચૂંટણી જીતવાની છે એ બાદ પીએમના ચહેરાને લઈને નિર્ણય થશે.

આટલા સાંસદોને સસ્પેન્ડ કરવા ઈતિહાસની પ્રથમ ઘટના

સંસદની સુરક્ષા મામલે થયેલી ચૂક મુદ્દે ઈન્ડિયા ગઠબંધને સવાલ ઉઠાવ્યા છે કે પહેલા તો જે લોકો સંસદમાં ઘુસ્યા એ કેવી રીતે આવ્યા એ મોટો મુદ્દો છે. અમે પહેલાથી કહી રહ્યા છીએ કે ગૃહમંત્રી અને પીએમ સદનમાં આવે અને ક્યાં ચૂક થઈ છે તે અંગે સદનને અવગત કરે. પરંતુ એવુ ન થયુ. અહીં સદન ચાલી રહ્યુ છે ત્યારે કોઈ હૈદરાબાદમાં બિલ્ડિંગનું ઉદ્દઘાટન કરી રહ્યા છે તો પીએમ મોદી ક્યાંક બીજે છે. મારો સવાલ એ છે કે સંસદમાં કેમ ન આવ્યા? તેમના ઈરાદા લોકતંત્રને ખતમ કરવાના છે. ભારતીય રાજનીતિમાં આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવા એ ઈતિહાસની પ્રથમ ઘટના છે.

આ પણ વાંચો: PM પદની દાવેદારી, પોસ્ટર વોર… ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા વિપક્ષી દળોમાં રાજકીય ખેંચતાણ

દેશભરમાં 8 માંથી 10 બેઠકો કરશે ગઠબંધન

ગઠબંધનના તમામ નેતાઓએ પોતાના વિચાર રાખ્યા છે. નક્કી કર્યુ છે કે અમે ચૂંટણી પહેલા ખુદને એ કઈ રીતે બદલવુ છે. નક્કી થયુ છે કે સમગ્ર દેશમાં 8 પૈકી 10 બેઠકો કરવામાં આવે. લોકોને એ જાણ હોવી જોઈએ કે ગઠબંધનના લોકો એક મંચ પર છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો