કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, આપણે પોતાને અને આપણી આસપાસના લોકોને કોરોનાથી બચાવવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ઓમિક્રોન કેસ તમામ પ્રકારોમાં 0.04 ટકા કરતા પણ ઓછા છે. તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે તબીબી રીતે ઓમિક્રોન અત્યાર સુધી આરોગ્ય સંભાળ પ્રણાલી પર બોજારૂપ નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.
અત્યાર સુધીમાં સૌથી વધુ ઓમિક્રોન કેસ મહારાષ્ટ્રમાં 17 કેસ અને રાજસ્થાન 9 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં બે અને દિલ્હીમાં એક કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ગત અઠવાડિયે કુલ કેસોમાંથી 52% કેસ કેરળમાંથી નોંધાયા છે. સતત 14 દિવસ સુધી દૈનિક કેસો 10,000 થી ઓછા કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં 19 જિલ્લાઓમાં 5 થી 10% ની વચ્ચે 10 હજારથી વધુ સક્રિય કેસ છે. ત્રણ રાજ્યોના આઠ જિલ્લાઓ ભારતમાં સાપ્તાહિક કોવિડ પોઝીટીવીટી 10% થી વધુ છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધુ 7 નવા કેસ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. 3 નવા કેસ મુંબઈમાંથી, 4 પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નોંધાયા છે. આ પછી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા મુંબઈના ધારાવી વિસ્તારમાં 47 વર્ષીય મૌલાના નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા. 4 ડિસેમ્બરે તે તાન્ઝાનિયાથી મુંબઈ પરત ફર્યો હતો. હવે રાજ્યમાં નવા પ્રકારથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 17 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. આ સાથે આ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.
‘માસ્કમાં ઢીલાઈએ જોખમી’
શુક્રવારે મીડિયા સાથે વાત કરતી વખતે, ડૉ. વી.કે. પૉલે, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય)એ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન’ના મૂલ્યાંકનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે દેશમાં માસ્કનો ઉપયોગ કોરોના વાયરસના બીજા લહેર પહેલાના સમયગાળાની તુલનામાં ઓછો થયો છે. આ ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો : Farmer Protest: દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલનને રાજધાનીની બહાર રાખવા માટે એક વર્ષમાં 7 કરોડથી વધુનો ખર્ચ કર્યો