Corona : 18 દિવસમાં ઓછા થયા કોરોનાના 14 લાખ એક્ટિવ કેસ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી

|

May 28, 2021 | 8:49 PM

દેશમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે સક્રિય કેસની સંખ્યા પણ ઘટી રહી છે. દેશમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યા ઘટીને 23,43,152 પર આવી છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં  76,755 નો ઘટાડો થયો છે.

Corona : 18 દિવસમાં ઓછા થયા કોરોનાના 14 લાખ એક્ટિવ કેસ, સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી
Covid-19 : દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો

Follow us on

દેશમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના લીધે સક્રિય કેસની સંખ્યા પણ ઘટી રહી છે. દેશમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યા ઘટીને 23,43,152 પર આવી છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં  76,755 નો ઘટાડો થયો છે. આજે સતત 12 મા દિવસે ત્રણ લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. સતત 15 માં દિવસે Corona થી સાજા થનારા લોકોની સંખ્યા દરરોજ નવા કેસોની સંખ્યા કરતા વધુ છે. આજે 28 મેના રોજ Coronaના 1,86,364 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 2,59,459 લોકો સાજા થયા છે.

11 માર્ચથી દેશમાં કોરોના કેસ વધવા માંડયા હતા, તેમજ તેના લીધે 10 મે ના રોજ સક્રિય કેસ વધીને 37,45,237 થયા. જો કે તેની બાદ કોરોનાના કેસ ઘટવા લાગ્યા અને હવે 18 દિવસમાં સક્રિય કેસ(Active Case) ની સંખ્યામાં 14 લાખનો ઘટાડો થયો છે. જ્યારે 28 મેના રોજ દેશમાં કોરોનાના 23,43,152 સક્રિય કેસ છે.

પોઝિટિવિટી રેટમાં ઘટાડો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

કોરોનાના કેસમાં ઘટાડાના પગલે સાપ્તાહિક પોઝિટિવિટી રેટમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ હાલમાં 10.42 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ આજે 9 ટકા પર આવી ગયો છે. તે સતત ચાર દિવસથી 10 ટકાથી ઓછું રહ્યો છે. જ્યારે 8 મેના રોજ પોઝિટિવિટી રેટ 22.59 ટકા હતો.

ગુરુવારે સરકારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે અને આશા છે કે આગામી દિવસોમાં નિયંત્રણોને વધુ સરળ કર્યા પછી પણ આ કેસ ઘટતા રહેશે. પરંતુ તે જ સમયે કહ્યું હતું કે સારવાર હેઠળના કેસો હજી ખૂબ વધારે છે. નીતી આયોગના સભ્ય વી.કે. પૉલે કહ્યું કે દેશના મોટા ભાગના ભાગોમાં ટેસ્ટિંગ કરવા છતાં નવા કેસ અને ચેપ દરની દ્રષ્ટિએ સ્થિરતા જોવા મળી રહી છે.

Published On - 8:44 pm, Fri, 28 May 21

Next Article