Independence Day : જો ધ્વજ ઊભી રીતે લહેરાવવામાં આવે તો કેસરી રંગ કઈ બાજુ રાખવો…જાણો, સાચી રીત

|

Aug 09, 2022 | 1:16 PM

જ્યારે પણ ત્રિરંગો (Indian Flag) લહેરાવવામાં આવે છે ત્યારે દરેકનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. સૌથી ઉપર કેસરી, પછી નીચે સફેદ અને લીલો રંગ ધરાવતો ત્રિરંગો (Tiranga) ભારતના ગૌરવનું પ્રતિક છે.

1 / 5
કેટલીકવાર ત્રિરંગો ઉભો પણ લહેરાવવામાં આવે છે. એટલે કે, ત્રિરંગો આડો નહીં પણ ઊભો (લંબ) લહેરાવવામાં આવે છે. જેમ ઘણી વખત રમતોમાં કે બારીની બહાર તિરંગો લહેરાવવામાં આવે છે, તો તેના માટે અલગ નિયમ છે. આવી સ્થિતિમાં, જાણો શું છે ધ્વજને ઊભી રીતે ફરકાવવાના નિયમો...

2 / 5
ભારતમાં ધ્વજ ફરકાવવાના ઘણા નિયમો છે. તે નિયમોનું પાલન કરીને ધ્વજ ફરકાવવો જોઈએ. જેમ કે, ધ્વજનો ઉપયોગ કોઈને ઢાંકવા માટે કરી શકાતો નથી. એ જ રીતે, ધ્વજને ફ્લોર પર ન મૂકવો જોઈએ અને તેને પાણીમાં ઘસવો જોઈએ નહીં અને એવી જ રીતે ધ્વજ તુટેલો કે ફાટેલો અને ગંદો ન હોવો જોઈએ.

3 / 5
ભારતીય દંડ સંહિતામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જ્યારે ધ્વજને દિવાલના સહારે, નીચેની બાજુએ લપેટાઈ અને સપાટ સ્થિતિમાં પ્રદર્શિત થાય છે, ત્યારે કેસરી ભાગ ટોચ પર રહેવો જોઈએ. તેમાં નીચેનો રંગ લીલો હોવો જોઈએ.

4 / 5
જ્યારે ત્રિરંગો લંબાઈમાં લહેરાવવામાં આવે છે, એટલે કે લંબ તરીકે હોય ત્યારે કેસરી ભાગ ધ્વજ અનુસાર જમણી બાજુ હશે. પરંતુ, જો ધ્વજને આગળથી તમે જૂઓ તો ધ્વજની ડાબી બાજુએ કેસરી રંગ દેખાવો જોઈએ.

5 / 5
અન્ય કોઈ ધ્વજ અથવા ચિહ્ન રાષ્ટ્રધ્વજથી ઊંચો અથવા તેનાથી ઉપર અથવા તેની બરાબર મૂકવો જોઈએ નહીં, તેમજ ફૂલો, માળા, પ્રતિકો અથવા અન્ય કોઈ વસ્તુ ધ્વજના પોલ ઉપર મૂકવી જોઈએ નહીં.

Next Photo Gallery